IPL 2021 : સનરાઇજર્સ હૈદરાબાદને 7 મી વખત હાર મળતા તેની મિસ્ટ્રી ગર્લના ફોટો સોશિયલ મીડિયા પર થયા વાયરલ

આઇપીએલ 2021 (IPL 2021) માં સનરાઇજર્સ હૈદરાબાદનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. હજુ સુધીમાંં તેને એક જ મેચમાં જીત મેળવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 3:55 PM
આઇપીએલ 2021 માં બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદને સાતમી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી કેપિટલ્સની ટીમે લીગની 33 મી મેચમાં હૈદરાબાદને આઠ વિકેટે હરાવી હતી. લીગમાં હૈદરાબાદની આ સતત ચોથી હાર છે. આ પ્રથમ વખત છે જ્યારે SRHને સતત ચાર હાર મળી છે.

1 / 8
હૈદરાબાદના ચાહકો આ હારથી દુ ખી થઈ શકે છે, પરંતુ સ્ક્રીન પર મિસ્ટ્રી ગર્લ તરીકે પ્રખ્યાત કાવ્યા મારનની હાજરીએ તેમને ફરી એક વખત ખુશ થવાનું કારણ આપ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદના સીઇઓ કાવ્યા મારન જ્યારે પણ સ્ટેડિયમ આવે ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બને છે. ચાહકો તેની સુંદરતા માટે દિવાના છે.

2 / 8
કાવ્યા મારન ઉદ્યોગપતિ કલાનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે. 28 વર્ષીય કાવ્યા મારન પોતે સન મ્યુઝિક સાથે જોડાયેલી છે. તેણી પ્રથમ વખત આઈપીએલ 2018માં ટીવી પર દેખાઈ, તેની ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદને ચિયર કરતી જોવા મળે છે.

3 / 8
કાવ્યા મારન સનરાઇઝર્સ હૈદરાબાદની સીઇઓ છે. એમબીએ પૂર્ણ કર્યા પછી, કાવ્યાએ પિતા કલાનિધિ મારનના વ્યવસાયમાં જોડાવાનું નક્કી કર્યું. કાવ્યાએ સન ટીવી નેટવર્કમાં ઇન્ટર્નશિપ પણ કરી હતી જેથી તેણીની કંપનીમાં મોટું પદ લેતા પહેલા અનુભવ મેળવી શકાય. કાવ્યા હાલમાં સન ટીવી નેટવર્કના ઓટીટી પ્લેટફોર્મ સન નેક્સ્ટ (Sun NXT) સન એનએક્સટીની વડા છે.

4 / 8
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેઓ આઠમાંથી સાત મેચ હારી ગયા છે. તેણે માત્ર એક જ મેચ જીતી છે. તેની પાસે હવે વધુ છ મેચ રમવાની છે. ટીમ માટે પ્લેઓફમાં પહોંચવાનો એકમાત્ર વિકલ્પ જીત છે.

5 / 8
IPL 2021 માં, સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) બુધવારે બીજા તબક્કામાં પોતાની સફર શરૂ કરી હતી. તેણે પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો સામનો કર્યો હતો, જ્યાં તેઓએ હાર મેળવી હતી. આ સાથે જ તેમનુ નિરાશાજનક પ્રદર્શન જારી રહ્યુ હતુ, IPL ની વર્તમાન સિઝનમાં પણ ચાલુ રહી હતી. બીજી બાજુ, દિલ્હી કેપિટલ્સે IPL 2021 માં 7 મી જીત નોંધાવી હતી. તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

6 / 8
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આ વખતે ડેવિડ વોર્નરની જગ્યાએ, કિવિ બેટ્સમેન કેન વિલિયમસનને પોતાના કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો. આ દરમ્યાવ લીગની મધ્યમાં, તેણે તેના સ્ટાર ખેલાડી વોર્નરને ટીમમાંથી બહાર કરી દીધો હતો. આનો ભોગ તેઓએ સહન કરવો પડશે.

7 / 8
બીજા તબક્કામાં આ ટીમ માટે મુશ્કેલીઓ વધી છે. તેમના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરિસ્ટોએ અંગત કારણોસર લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ટીમમાં સ્ટાર ખેલાડીઓની અછતની અસર તેના પ્રદર્શન પર પણ જોવા મળી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">