Stock Market: રોકાણકારોમાં ખુશીની લહેર! કંપની ₹100 નું તગડું ડિવિડન્ડ આપશે, ‘શેર’ રોકેટની માફક ઉડવા લાગ્યો
રોકાણકારો માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, BSE સ્મોલ-કેપ કંપનીએ દમદાર ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. જણાવી દઈએ કે, આજે એટલે કે 18 ઓગસ્ટના રોજ કંપનીના શેરમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે.

BSE સ્મોલ-કેપ કંપનીએ દમદાર ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે, નિર્ધારિત તારીખ સુધી રજિસ્ટર અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં નામ ધરાવતા શેરહોલ્ડર્સને જ ડિવિડન્ડ મળશે.

કંપનીએ રેકોર્ડ ડેટ 21 ઓગસ્ટ, 2025 નક્કી કરી છે. ટૂંકમાં આ તારીખ પછી શેર ખરીદનારા રોકાણકારોને ડિવિડન્ડનો લાભ નહીં મળે. જણાવી દઈએ કે, ડિવિડન્ડ 11 સપ્ટેમ્બર અથવા તો તે પહેલાં ચૂકવવામાં આવશે.

કંપની નાણાકીય વર્ષ 2025 માટે 21.50 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ પણ ચૂકવવા જઈ રહી છે. આ માટેની રેકોર્ડ તારીખ 18 સપ્ટેમ્બર 2025 છે. અગાઉ, શેરધારકોને નાણાકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર 10 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ મળ્યું છે.

નાણાકીય વર્ષ 2024 માટે, કંપનીએ પ્રતિ શેર રૂ. 17.50 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીના શેરની ફેસ વેલ્યુ ₹10 છે. 14 ઓગસ્ટના રોજ BSE પર આ શેર ₹2866.20 પર બંધ થયો હતો.

હોન્ડા ઇન્ડિયા પાવર પ્રોડક્ટ્સ (HIPP) જાપાનની હોન્ડા મોટર કંપનીની પેટાકંપની છે. HIPP સપ્ટેમ્બર 1985 માં સામેલ કરવામાં આવી હતી, જેનું જૂનું નામ 'હોન્ડા સિએલ પાવર પ્રોડક્ટ્સ' હતું. કંપનીની માર્કેટ કેપ ₹3,026 કરોડ જેટલી છે. જૂન 2025 ના અંત સુધીમાં પ્રમોટર્સ કંપનીમાં 66.67 ટકા હિસ્સો ધરાવતા હતા.

બીએસઈના ડેટા અનુસાર, હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સના શેરમાં 3 મહિનામાં 28%નો વધારો થયો છે. આ શેરમાં 52 અઠવાડિયાનો હાઇ ₹4494 અને 52 અઠવાડિયાનો લો ₹1827.20 છે. HIPP ની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ગ્રેટર નોઈડામાં છે.

એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટરમાં કંપનીની આવક એક વર્ષ પહેલાની તુલનામાં 7 ટકાથી વધુ વધીને રૂ. 154.91 કરોડ થઈ છે, જે એક વર્ષ પહેલા રૂ. 144.17 કરોડ હતી. ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 41 ટકા ઘટીને રૂ. 9.48 કરોડ થયો છે, જે જૂન 2024 ક્વાર્ટરમાં રૂ. 16.15 કરોડ હતો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
