ભારતીયો ધડાધડ કેન્સલ કરવા લાગ્યા માલદિવના બુકિંગ, ચીન સમર્થક ટચૂકડા દેશને મોટો ફટકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત સપ્તાહની શરુઆતે લેવા સાથે જ આંતરરાષ્ટ્રીય હલચલ મચી ગઈ છે. લક્ષદ્વીપની ખૂબસુરતીની તસ્વીરો વડાપ્રધાન મોદીએ એક રાત્રી અને બે દિવસની મુલાકાતની સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બીજી તરફ ચીન તરફી બનેલા માલદીવ્સનો ભારતીય પ્રવાસીઓ પોતાની પ્રવાસન યાદીમાંથી દૂર કરી રહ્યા છે. હાલમાં માલદિવ્સના બુકિંગ કેન્સલ ભારતીય પ્રવાસીઓ કરાવતા મામલો વધુ ચર્ચામાં આવી રહ્યો છે.

| Updated on: Jan 07, 2024 | 2:51 PM
4 / 7
ભારતીય પ્રવાસીઓ ધડાધડ માલદિવ્સ પ્રવાસના બુકિંગને કેન્સલ કરાવી રહ્યા છે. ભારતીયોએ બુકિંગ કરાવેલ હોટલ અને પ્રવાસ કાર્યક્રમને રદ કરાવવા લાગ્યા છે. પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસ અને ભારતીયોને ભારતીય ટાપુઓ અને દરિયાઈ કિનારાઓની મોજ માણવા માટેની અપીલ સાથે જ હવે માલદીવ સંપૂર્ણ રીતે બોખલાઈ ચૂક્યુ છે.

5 / 7
સોશિયલ મીડિયા પર પણ બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ કરવા લાગ્યુ છે અને લક્ષદ્વીપની તસ્વીરો ખૂબ જ શેર થવા લાગી છે. માલદિવ્સના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ  ચીન સમર્થક છે અને ભારત સાથેના સંબંધોમાં તેઓના વ્યવહારથી તણાવ સર્જાયો છે.

6 / 7
ભારતમાંથી ગત વર્ષે 2.5 લાખ પ્રવાસીઓએ માલદીવ્સનો પ્રવાસ માણ્યો હતો. વર્ષે દહાડે 2500 કરોડની આવક માલદિવ્સને ભારતીય પ્રવાસીઓ થકી થઈ રહી હોવાનો અંદાજ છે. આમ હવે ભારતીય પ્રવાસીઓ નારાજગી એશિયાના સૌથી ટચૂકડા દેશ માલદિવ્સને મોટા ફટકા રુપ છે.

7 / 7
પીએમ મોદીએ લક્ષદ્વીપ પ્રવાસ દરમિયાન કહ્યુ હતુ કે, જે લોકો રોમાંચકારી અનુભવ લેવા ઈચ્છે છે, લક્ષદ્વીપ તેમની યાદીમાં જરુર હોવુ જોઈએ. પીએમ મોદીએ ભારતીય પ્રવાસીઓને લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. લક્ષદ્વીપના પર્યટનક્ષેત્રનો વિકાસ કરવાનું સફળ અભિયાન એક ગુજરાતીએ હાથ ધર્યુ છે. લક્ષદ્વીપના પ્રશાસક તરીકે ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન પ્રફુલ પટેલ પદ સંભાળે છે. જેઓ સાબરકાંઠાના હિંમતનગરના છે.

Published On - 2:06 pm, Sun, 7 January 24