
તેથી 7 એક્સપર્ટ એવું કહે છે કે શેર ને સેલ કરીને નીકળી જાવ અને એકનું કહેવું એવું છે કે હજી તમે Hold કરી શકો છો.

વોડાફોન આઈડિયા કંપનીની વાત કરીએ તો તેનું 22 એક્સપર્ટ લોકોએ એનાલિસિસ કર્યું છે. તેનો ગ્રાફ જોતાં ખબર પડે છે કે MAX પ્રાઈઝ +79.43% સુધી ઉપર જશે અને MIN -72.49% નીચે જવાની શક્યતાઓ છે. એટલે કે મોટાભાગે આ શેર એવરેજ રહેવાનો દાવો કરે છે.

22 એકસપર્ટમાંથી ફક્ત 4 લોકો જ એવું કહે છે કે તમે શેર ખરીદી શકો છો, પરંતુ 6 એક્સપર્ટનું કહેવું છે કે તમે હોલ્ડ કરી શકો છો તેમજ 9 લોકો સેલ કરવાનું કહે છે.

ટાટા સ્ટીલમાં 29 એનાલિસ્ટો એ ફોરકાસ્ટ કર્યું છે. ગ્રાફ જોતા ખબર પડશે કે બંને સાઈડ એકસરખું જ એવરેજ પ્રાઈઝ લાગે છે. જેટલો ઉપર ગ્રીન છે એટલું જ નીચે રેડ જોવા મળે છે. મતલબ કે 170 હાલ પ્રાઈઝ છે તો તે 202 સુધી જશે તેવી શક્યતા છે અને 135 સુધી નીચે જશે તેવી શક્યતા લાગી રહી છે.

29 એનાલિસ્ટો માંથી 15 એ એવું કહ્યું કે તમે આ શેરને ખરીદી શકો છો. 7 એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે હમણાં Hold કરી શકો છો તો સામે 4 એક્સપર્ટ એવું પણ કહી રહ્યા છે કે સેલ કરીને નીકળી જાવ.

સુઝલોન એનર્જીનું 9 એનાલિસ્ટોએ ફોરકાસ્ટ કર્યું છે. કંપનીનો હાલમાં શેર પ્રાઈઝ 53.95 છે. તે શેર ઉપર ઉઠીને +50.14% એટલે કે 81 રુપિયા મેક્સિમમ પ્રાઈઝ જશે તેવી શક્યતા દર્શાવે છે.

9 એકસપર્ટમાંથી 8 લોકોનું કહેવું છે કે આ શેર તમે ખરીદી શકો છો અને 1 વ્યક્તિ જ એવું કહી રહ્યો છે કે તમે ઈચ્છો તો હોલ્ડ કરી શકો છો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.