Stocks Forecast 2025: આ બેન્કના શેર લેવાનું વિચારી રહ્યા હોય તો Hold કરો, જાણો એક્સપર્ટે શું કરી આગાહી
Stocks Forecast 2025: શેર માર્કેટ એ એવી જગ્યા છે જ્યાં રોકાણકારો માટે તક અને જોખમ બંને એકસાથે ચાલે છે. રોજ નવા ઉછાળા અને ઘટાડા સાથે બજારનું દિશા-પરિવર્તન રોકાણકારો માટે ઉત્સુકતા ભર્યું બને છે. આવી સ્થિતિમાં 'શેર માર્કેટ ફોરકાસ્ટ' રોકાણકારોને ભવિષ્યના ટ્રેન્ડ વિશે માર્ગદર્શન આપે છે. યોગ્ય માહિતી અને વિશ્લેષણથી રોકાણકારો બુદ્ધિશાળી નિર્ણય લઈ શકે છે અને તેમના રોકાણને વધુ સુરક્ષિત બનાવી શકે છે. અહીં તમને 1 વર્ષનું ફોરકાસ્ટ જોવા મળશે.

Hindustan Construction Co. Ltd.ના હાલ શેર પ્રાઈઝ 28.34 છે. તે વધીને 64 સુધી જઈ શકે તેવી સંભાવના છે. તે શેર અત્યારે નીચે જાય તેવી શક્યતા ઓછી દેખાય રહી છે.

આ કંપનીનું 2 એક્સપર્ટોએ એનાલિસિસ કર્યું છે. તેમાંથી બંનેએ એવું કહ્યું છે કે આ શેર ખરીદવા હોય તો ખરીદી શકાય છે.

Bank of Indiaના હાલના શેર પ્રાઈઝ 133.90 છે. તેના શેર ભવિષ્યમાં વધીને MAX પ્રાઈઝ 150 જઈ શકે છે તેમજ MIN પ્રાઈઝ 120 પર જઈ શકે છે.

Bank of India પર 5 એક્સપર્ટે આગાહી કરી છે. તેમાંથી 3 લોકો એ કહ્યું કે ખરીદી શકાય તેમજ 1 એ કહ્યું કે, હોલ્ડ પર રખાય અને એક કહે છે કે આ શેર હોય તો સેલ કરી દેવા વધારે સારુ છે.

IndusInd Bank Ltd.ના અત્યારે શેરની પ્રાઈઝ 755.05 છે. ભવિષ્યમાં તેના પ્રાઈઝ 1000 સુધી જાય તેવી શક્યતાઓ છે અને MIN પ્રાઈઝ 533 સુધી રહે તેવી સંભાવના રહેલી છે.

આ બેન્ક માટે 40 એનાલિસ્ટોએ એનાલિસિસ કર્યું છે. તેમાંથી 4 થી 5 લોકો જ એવું કહી રહ્યા છે કે આ શેર ખરીદી શકો છો. 15 લોકો કહી રહ્યા છે કે હાલમાં હોલ્ડ પર રાખો. તેમજ 20 લોકો કહી રહ્યા છે કે તમારી પાસે શેર હોય તો સેલ કરીને નીકળી જાવ.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
