Stocks Forecast 2025: આ કંપનીના શેર હોય તો Hold કરો, નહીંતર થઈ જશો કંગાળ, જુઓ એક્સપર્ટની ભવિષ્યવાણી
Stocks Forecast 2025: શેર માર્કેટ એ એવી જગ્યા છે જ્યાં રોકાણકારો માટે તક અને જોખમ બંને એકસાથે ચાલે છે. રોજ નવા ઉછાળા અને ઘટાડા સાથે બજારનું દિશા-પરિવર્તન રોકાણકારો માટે ઉત્સુકતા ભર્યું બને છે. આવી સ્થિતિમાં 'શેર માર્કેટ ફોરકાસ્ટ' રોકાણકારોને ભવિષ્યના ટ્રેન્ડ વિશે માર્ગદર્શન આપે છે. યોગ્ય માહિતી અને વિશ્લેષણથી રોકાણકારો બુદ્ધિશાળી નિર્ણય લઈ શકે છે અને તેમના રોકાણને વધુ સુરક્ષિત બનાવી શકે છે. અહીં તમને 1 વર્ષનું ફોરકાસ્ટ જોવા મળશે.

NLC India Limited કંપનીના હાલના શેર પ્રાઈઝ 258.25 છે. ભવિષ્યમાં તેની MAX 320 જશે અને એવરેજ પ્રાઈઝ 312 રહેશે તેવી શક્યતાઓ રહેલી છે.

આ કંપની માટે 2 એનાલિસ્ટે આગાહી કરી છે. બંને એ એવું જ કીધું કે આ શેર ખરીદી શકાશે.

Colgate-Palmoliveની કંપનીના અત્યારના ચાલતા શેર પ્રાઈઝ 2167.20 રુપિયા છે. તેની ભવિષ્યમાં વધીને 2870 પ્રાઈઝ રહેવાની સંભાવના છે. તેમજ મિનિમમ પ્રાઈઝ 1800 રહેશે તેવી શક્યતાઓ છે.

આ કંપની માટે 32 એનાલિસ્ટોએ એનાલિસિસ કર્યું છે. તેમાંથી 7 લોકોએ એવું કહ્યું કે આ કંપનીની શેર ખરીદી શકશો. 10 લોકો શેરને હોલ્ડ પર રાખવાનું કહી રહ્યા છે. 12 લોકો આ શેરને વેચવાની સલાહ આપી રહ્યા છે.

Indian Bank વિશે વાત કરીએ તો આ બેન્કના શેર 873.95 ચાલી રહ્યા છે. તેના MAX પ્રાઈઝ 930 રહેવાની શક્યતા છે. તેના MIN પ્રાઈઝ 700 રહેવાની શક્યતા છે. એવરેજ પ્રાઈઝની વાત કરીએ તો 860.45 રહેશે તેવા એંધાણ દેખાય રહ્યા છે.

આ કંપની માટે 14 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. 11 લોકો એવું કહી રહ્યા છે કે આ કંપનીના શેર ખરીદી શકશો. તેમજ 2 થી 3 લોકો એવું કહી રહ્યા છે કે આ કંપનીના શેર સેલ કરી દેવા વધુ સારુ રહેશે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
