Gujarati News » Photo gallery » Indian railway loco pilot know how loco pilot work and what type of test they face before duty
Knowledge: ટ્રેન ડ્રાઇવરો ડ્યુટી પહેલાં આપે છે આ ટેસ્ટ, જો તેઓ ફેલ થાય તો તેમને એન્જિનમાં બેસવાની નથી મળતી તક
લોકો પાયલોટનું શું કામ હોય છે અને દરેક વખતે ડ્યુટી પર આવતાં પહેલા તેણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, અમૂક ટેસ્ટ કરવા પડે છે, જેના પછી જ તે ટ્રેનમાં બેસી શકે છે.
ભારતીય રેલ્વે એક વિશાળ નેટવર્ક છે. જેના દ્વારા મોટી સંખ્યામાં મુસાફરો તેમના લક્ષ્ય સ્થાને પહોંચે છે. તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં એક વ્યક્તિની મહત્વની ભૂમિકા હોય છે અને તે છે ટ્રેનના લોકો પાઇલટ. લોકો પાયલટ ટ્રેનને સો કિલોમીટર સુધી લઈ જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ટ્રેનમાં લોકો પાયલોટનું શું કામ હોય છે અને દરેક વખતે ડ્યુટી પર આવતાં પહેલા તેણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેના પછી જ તે ટ્રેનમાં બેસી શકે છે.
1 / 5
આ ટેસ્ટ કરવી પડશે પાસ ? - સૌથી પહેલાં લોકો પાયલટે તેની હાજરી સંબંધિત કામ કરવાનું હોય છે અને તેની ટ્રેનની માહિતી પણ તેને આપવામાં આવે છે. આ સિવાય તેમને ટ્રેનના રૂટ મેપ વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને ટ્રેન વિશેની માહિતી આપવામાં આવે છે.
2 / 5
આ પછી, તેમનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવે છે. તેમને મશીનમાં ફૂંક મારીને ટેસ્ટ કરાવવાનો હોય છે. જેથી કોઈ વ્યક્તિ દારૂ પીધા પછી ટ્રેનમાં ચઢી ન શકે. આ ટેસ્ટ પાસ કર્યા પછી જ લોકો પાયલટને ટ્રેનનું એન્જિન ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવે છે.
3 / 5
ટ્રેન ચલાવવા સિવાય પણ છે ઘણાં કામ- ટ્રેન ચલાવતાં પહેલા લોકો પાયલટે ટ્રેનનું એન્જિન ચેક કરવું પડે છે. તે એન્જિનને સારી રીતે તપાસે છે કે એન્જિનમાં કંઈ ખામી છે કે કેમ, જો તેમ થાય તો તે તેના વિશે આગળ વધુ માહિતી આપે છે.
4 / 5
જેમાં એન્જિનની આંતરિક વિગતોથી લઈને બહાર સુધીની સંપૂર્ણ તપાસ કરવાની હોય છે અને ત્યારબાદ જ એન્જિન ચાલુ કરવામાં આવે છે.