AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે આપશે દિવાળીની મોટી ભેટ! મુસાફરોને હાશકારો, હવે મન મૂકીને મજાથી ફરી શકશે

તહેવારની સીઝન નજીક આવી રહી છે અને એવામાં મોટાભાગના લોકો ક્યાંકને ક્યાંક ટુર પ્લાનિંગ કરી રહ્યા હશે. જો કે, આ બધા વચ્ચે રેલવેએ મુસાફરોને અદભૂત ભેટ આપવાનું નક્કી કર્યું છે.

| Updated on: Aug 23, 2025 | 12:58 PM
Share
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 13 થી 26 ઓક્ટોબર વચ્ચે મુસાફરી કરનારા અને 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચે પાછા ફરનારા મુસાફરોને રિટર્ન ટિકિટ પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

1 / 7
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, સાંસદ સંજય જયસ્વાલ, કેન્દ્રીય મંત્રી લલન સિંહ અને સાંસદ સંજય કુમાર ઝા સાથે ચર્ચા કર્યા બાદ આગામી દિવાળી અને છઠના તહેવારો માટે આ ખાસ વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2 / 7
અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુસાફરોને તેમની પરત ફરતી મુસાફરી દરમિયાન પણ સુવિધા આપવામાં આવે. "સિનિયર પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, દિવાળી અને છઠ માટે 12,000 થી વધુ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. મુસાફરોને તેમની રિટર્ન મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તેની ખાતરી કરવામાં આવશે."

3 / 7
તેમણે જણાવ્યું હતું કે, 13 થી 26 ઓક્ટોબર દરમિયાન મુસાફરી કરનારા અને 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન પાછા ફરનારા મુસાફરોને રિટર્ન ટિકિટ પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

4 / 7
આ ઉપરાંત, ગયાથી દિલ્હી, સહરસાથી અમૃતસર, છાપરાથી દિલ્હી અને મુઝફ્ફરપુરથી હૈદરાબાદ સુધી ચાર નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેન શરૂ કરવામાં આવશે. વૈષ્ણવે જાહેરાત કરી હતી કે, ભગવાન બુદ્ધ સાથે સંબંધિત મહત્વપૂર્ણ સ્થળો અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોને સેવા પૂરી પાડતી એક નવી સર્કિટ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે, જેમાં વૈશાલી, હાજીપુર, સોનેપુર, પટણા, રાજગીર, ગયા અને કોડરમાનો સમાવેશ થશે.

5 / 7
બક્સર-લખીસરાય રેલ વિભાગને ચાર-લાઇન કોરિડોરમાં વિસ્તૃત કરવામાં આવશે, જેનાથી વધુ ટ્રેન સંચાલન શક્ય બનશે. બીજું કે, પટણાની આસપાસ રિંગ રેલવે સિસ્ટમ વિકસાવવામાં આવશે. વધુમાં સુલતાનગંજ અને દેવઘરને રેલ દ્વારા જોડવામાં આવશે.

6 / 7
પટણા અને અયોધ્યા વચ્ચે એક નવી ટ્રેન સર્વિસ પણ દોડાવવામાં આવશે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, લૌકાહા બજારમાં વોશિંગ પીટ સર્વિસ સ્થાપિત કરવામાં આવશે અને બિહારમાં ઘણા નવા મંજૂર થયેલા રોડ ઓવરબ્રિજ પર કામ હાથ ધરવામાં આવશે.

7 / 7

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવે ના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">