IND vs ENG: મિશન ઈંગ્લેન્ડ માટે તૈયાર છે ભારતીય ટીમ, ખેલાડીઓ પહોંચ્યા લંડન

ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં ચાર ટેસ્ટ મેચ બાદ 2-1થી આગળ છે. છેલ્લી મેચ કોરોનાને કારણે મેચ રમી શકાય ન હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 7:16 PM
ભારતીય ટેસ્ટ ટીમ લંડન પહોંચી ગઈ છે. લંડન પહોંચેલા ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, ​​આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી અને કેએસ ભરત પણ સામેલ છે.

1 / 6
ભારતીય ટીમે ગુરુવારે વહેલી સવારે લંડન જવા માટે રવાના થઈ હતી. લંડન પહોંચ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લીસેસ્ટર જશે. ત્યાં ભારતીય ખેલાડીઓ 24 થી 27 જૂન દરમિયાન લિસેસ્ટરશાયર સામે વોર્મ-અપ મેચ રમીને પ્રવાસની શરૂઆત કરશે.

2 / 6
ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત બાકીની ટીમ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 સિરીઝ બાદ યુકે જવા રવાના થશે. પહેલાની જેમ આ વખતે બાયો-બબલ હવે નથી. ઈંગ્લેન્ડ જતા પહેલા તમામ ખેલાડીઓની કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે.

3 / 6
ભારતે 1-5 જુલાઈ દરમિયાન 5 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ કોવિડ-19ના કેસને કારણે છેલ્લી ટેસ્ટ મેચ રમી શકી ન હતી. ટીમ ઈન્ડિયા હાલમાં ચાર ટેસ્ટ મેચ બાદ 2-1થી આગળ છે.

4 / 6
કેએલ રાહુલ પણ ઈંગ્લેન્ડ સામેની ટીમનો ભાગ છે, પરંતુ તે આ પ્રવાસમાંથી બહાર રહે તેવી શક્યતા છે. રાહુલ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝની શરૂઆત પહેલા ઈજાગ્રસ્ત થયો હતો, તે હજુ સુધી સાજો થયો નથી.

5 / 6
ભારતે આ મહિને આયર્લેન્ડ પ્રવાસ પર બે T20 મેચોની સિરીઝ રમવાની છે. જેના માટે ભારત પોતાની બીજી ટીમ આયર્લેન્ડ મોકલવા જઈ રહ્યું છે. આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાના સોંપવામાં આવી છે અને ભુવનેશ્વર કુમારને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">