ICC women world cup 2022: જેણે રનનો પહાડ બનાવ્યો, ઘણી વિકેટો લીધી છતાં ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્થાન ન મળ્યુ

India squad for ICC women world cup 2022: ભારતે મિતાલી રાજની કપ્તાની હેઠળ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 4:11 PM
ICC ODI વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. મિતાલી રાજ ટીમની કેપ્ટન હશે જ્યારે હરમનપ્રીત કૌર વાઇસ કેપ્ટન હશે. ટીમમાં સ્મૃતિ મંધાના, ઝુલન ગોસ્વામી અને યુવા શેફાલી વર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ટીમમાંથી ઘણા મોટા નામો ગાયબ છે. જેમાં સ્ટાર બેટર જેમિમા રોડ્રિગ્સ અને ઓલરાઉન્ડર શિખા પાંડેનો સમાવેશ થાય છે. આ સિવાય પણ કેટલાક નામ એવા છે જે ટીમની બહાર છે. તો શું કારણ છે કે તેમને મહિલા વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું.

1 / 5
જેમિમા રોડ્રિગ્સને ટીમમાં સ્થાન ન મળવું સૌથી આશ્ચર્યજનક છે. છેલ્લા એક વર્ષમાં તેણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટી20 લીગમાં ઘણા રન બનાવ્યા છે. જેમિમાએ 100 બોલની ટુર્નામેન્ટ ધ હન્ડ્રેડમાં સાત મેચોમાં 41.50ની એવરેજ અને 150.90ના સ્ટ્રાઈક રેટથી 249 રન બનાવ્યા હતા. તે આખી ટુર્નામેન્ટમાં રન બનાવવામાં બીજા સ્થાને હતી. મહિલા બિગ બેશ લીગમાં, તેણીએ 13 મેચમાં 27.75 ની સરેરાશથી 333 રન બનાવ્યા હતા. પરંતુ જેમિમા ગયા વર્ષે એક પણ વનડે મેચમાં બે આંકડા સુધી પહોંચી શકી ન હતી. આ કારણે તેને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવી ન હતી અને તેના તાજેતરના ફોર્મને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. જેમિમાએ અત્યાર સુધી 21 વનડેમાં 19.70ની એવરેજથી 394 રન બનાવ્યા છે.

2 / 5
ઓલરાઉન્ડર શિખા પાંડેને ખરાબ ફોર્મના કારણે ટીમમાં જગ્યા મળી નથી. તેણે વર્ષ 2021માં ત્રણ વનડે રમી હતી પરંતુ તે માત્ર પાંચ રન બનાવી શકી હતી. તેમજ તેના ખાતામાં માત્ર બે વિકેટ આવી હતી. શિખા પાંડે ભારતની અનુભવી ખેલાડીઓમાંથી એક છે. ઝુલન ગોસ્વામીની સાથે તે ભારતના બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળી રહી છે. તેણે 55 વનડેમાં 20.48ની એવરેજથી 512 રન અને 75 વિકેટ ઝડપી છે. છેલ્લા કેટલાક સમયથી તે ભારતીય ટીમનો અભિન્ન ભાગ છે.

3 / 5
પૂનમ રાઉતની ગણતરી ભારતના અનુભવી બેટ્સમેનોમાં થાય છે. તે છેલ્લા એક વર્ષમાં સતત રન બનાવનારા ખેલાડીઓમાંથી એક છે. 2021માં, પૂનમે છ ODIમાં 73.75ની એવરેજથી 295 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી એક સદી અને બે અડધી સદી નીકળી હતી. પરંતુ તેમ છતાં તેમની અવગણના કરવામાં આવી હતી. સમજાય છે કે તેની ધીમી બેટિંગના કારણે પસંદગીકારોએ અન્ય બેટ્સમેનોની પસંદગી કરી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે અને ઈંગ્લેન્ડના પ્રવાસમાં રન બનાવ્યા હતા, પરંતુ પૂનમ ઓપનરે જેટલો ઝડપી સ્કોર કર્યો તેટલો સ્ટ્રાઈક રેટ જાળવી શકી નહોતી. જેના કારણે ભારત સરેરાશ સ્કોરથી આગળ વધી શક્યું નથી. પૂનમે અત્યાર સુધી 73 વનડેમાં 34.83ની એવરેજથી 2299 રન બનાવ્યા છે. તેના નામે 3 સદી અને 15 અડધી સદી છે.

4 / 5
આ સિવાય સુષ્મા વર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, મોના મેશરામ, માનસી જોશી, નુજહત પરવીન જેવી ખેલાડીઓને પણ જગ્યા મળી નથી. તેઓનું પ્રદર્શન પણ એવું નહોતું કે તેઓ પસંદગી માટે દાવો કરી શકે. વેદાએ 2018થી વનડે રમી નથી. ગયા વર્ષે પણ તે ક્રિકેટથી દૂર રહી હતી. આ દરમિયાન તેને પારિવારિક સ્થિતીમાં પણ ખૂબ જ ખરાબ તબક્કાનો સામનો કરવો પડ્યો હતો. વેદાની માતા અને બહેનનું કોરોનાથી મૃત્યુ થયું હતું. મોના અને સુષ્મા પણ તેમની રમતથી પ્રભાવિત કરી શક્યા નહીં. યુવા ખેલાડી નુજહત પરવીન પણ આપેલી તકોમાં સફળ રહી ન હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">