
અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પણ તે કંઈ ખાસ કરી શકી નહીં. આખી ટીમ 20 ઓવરમાં ફક્ત 82 રન બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકા માટે મિક વાન વોર્સ્ટે સૌથી વધુ 23 રન બનાવ્યા.

બીજી તરફ ભારત તરફથી ગોંગડી ત્રિશાએ સૌથી વધુ વિકેટ લીધી. ગોંગડી ત્રિશાએ 4 ઓવરમાં ફક્ત 15 રન આપ્યા અને 3 વિકેટ લીધી. આ ઉપરાંત વૈષ્ણવી શર્મા, આયુષી શુક્લા અને પરુણિકા સિસોદિયાએ પણ 2-2 વિકેટ લીધી.

ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચ જીતવા માટે 83 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતીય ટીમે આ લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો. જેમાં ઓપનર ગોંગડી ત્રિશા અને કમલિની એ ટીમને સારી શરૂઆત અપાવી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે માત્ર 4.3 ઓવરમાં 36 રન કર્યા. જેના કારણે ભારતીય ટીમે માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું અને મેચ જીતી લીધી.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો પુરુષોના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં એકબીજાનો સામનો કરી હતી. ત્યારે પણ ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. (Image - ICC)