
બીજી તરફ, પાકિસ્તાને વર્ષ 1998 માં 6 પરમાણુ પરીક્ષણો કર્યા હતા અને પોતાને પરમાણુ શક્તિ તરીકે જાહેર કર્યું હતું. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વર્ષ 2025 ના અહેવાલ મુજબ, ભારત પાસે લગભગ 172 પરમાણુ હથિયાર છે. બીજીબાજુ પાકિસ્તાન પાસે લગભગ 170 હથિયાર છે. હવે આ હથિયારોના ઉપયોગ અંગે બંને દેશોની નીતિઓ સંપૂર્ણપણે અલગ છે.

ભારતે વર્ષ 1999 માં પોતાની પરમાણુ નીતિમાં 'નો ફર્સ્ટ યુઝ' (NFU) સિદ્ધાંત અપનાવ્યો હતો. આનો અર્થ એ થયો કે, ભારત ક્યારેય પહેલા પરમાણુ હુમલો નહીં કરે. ભારતની નીતિ મુજબ, પરમાણુ હથિયાર ફક્ત સ્વ-બચાવ માટે છે અને જો ભારત પર પરમાણુ હુમલો કરવામાં આવે છે; તો જ તેનો ઉપયોગ કરવામાં આવશે.

ભારતની નીતિ 'વિશ્વસનીય લઘુત્તમ નિવારણ' પર આધારિત છે, જેનો હેતુ દુશ્મનને હુમલો કરતા અટકાવવાનો છે. જો કોઈ દેશ ભારત પર પરમાણુ હુમલો કરે છે, તો ભારતનો બદલો એટલો વ્યાપક હશે કે દુશ્મનની લશ્કરી ક્ષમતા નાશ પામશે. ભારતે બિન પરમાણુ હથિયાર સંપન્ન દેશો સામે આ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.

હવે બીજીબાજુ, પાકિસ્તાન પાસે કોઈ સ્પષ્ટ પરમાણુ નીતિ નથી. તે કોઈપણ ખતરાના જવાબમાં ગમે ત્યારે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. પાકિસ્તાન પાસે ભૌગોલિક, લશ્કરી, આર્થિક અને રાજકીય અસ્થિરતા જેવા ચાર મુખ્ય કારણો છે. ઉદાહરણ તરીકે, જો પાકિસ્તાનના કોઈ પ્રદેશના ભાગને ખતરો હોય અથવા તેની સેનાને ભારે નુકસાન થાય, તો તે પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે.

ભારત અને પાકિસ્તાને વર્ષ 1988 માં 'નોન ન્યુક્લિયર અગ્રેશન એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા હતા, જેને વર્ષ 1991 માં મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત બંને દેશો એકબીજાના પરમાણુ સ્થાપનો પર હુમલો કરશે નહીં અને દર વર્ષે 1 જાન્યુઆરીએ તેમના પરમાણુ સુવિધાઓની યાદી શેર કરશે.
Published On - 8:51 pm, Tue, 12 August 25