
આ સિવાય મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પોલીસકર્મીઓને મૂછ રાખવા માટે માસિક 33 રૂપિયાનું ભથ્થું મળે છે. બિહારમાં પણ તત્કાલિન ડીઆઈજી મનુ મહારાજે તેમના એક ASIને તેમની મૂછ માટે ઈનામ આપ્યું હતું.

દેશના અલગ-અલગ રાજ્યોમાં દાઢી અને મૂછને લઈને અલગ-અલગ નિયમો હોય છે, કેટલાક રાજ્યોમાં કોઈ સક્ષમ અધિકારી અથવા વરિષ્ઠ અધિકારીની મંજૂરીથી ધાર્મિક કારણોસર દાઢી રાખવાની છૂટ મળે છે. તો ક્યાંક તે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

દેશમાં શીખ પોલીસકર્મીઓ સિવાય કોઈને પણ દાઢી રાખવાની છૂટ નથી. જો કોઈ અન્ય ધર્મના પોલીસકર્મી કોઈપણ કારણસર દાઢી રાખવા માંગે છે તો તેમણે આ માટે વિભાગની પરવાનગી લેવી પડે છે. (Image - istock)