Photos : દીવ ખાતે INS ખુકરી P-49ના સંગ્રહાલયનું થયુ લોકાર્પણ, જુઓ આ ભવ્ય લોકાર્પણની એક ઝલક

ભારતના 73મા પ્રજાસત્તાક દિવસ નિમિતે દાદરા અને નગર હવેલી અને દમણ -દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના ત્રીજા વિલીનીકરણ દિવસ નિમિત્તે પ્રશાસક દ્વારા દીવની જનતાને આ ભેટ આપવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 3:07 PM
સ્થાનિક પ્રશાસક  શ્રી પ્રફુલ્લ પટેલે 73મા પ્રજાસત્તાક દિવસ અને દાદરા અને નગર હવેલી અને દમણ- દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના ત્રીજા વિલીનીકરણ દિવસ નિમિત્તે INS ખુકરી મેમોરિયલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

1 / 5
 તમને જણાવી દઈએ કે, ગણતંત્ર દિવસે યોજાયેલા આ પ્રસંગે ખુકરી મિસાઇલ કોર્વેટ, P-49 ને લાઇટિંગ અને રંગબેરંગી ત્રિરંગાના રંગોથી શણગારવામાં આવી હતી.

2 / 5
મુલાકાત દરમિયાન સ્થાનિક પ્રશાસક સાથે ભારતીય નૌકાદળના અધિકારીઓ રીઅર એડમિરલ એ ભાવે, કોમોડોર નીતિન વિશ્નોઈ, કેપ્ટન અંશુલ કિશોર, કમાન્ડર રવિકાંત શુક્લા અને લેફ્ટનન્ટ કમાન્ડર ડેવિડ જોન અને વહીવટી અધિકારીઓ પણ હાજર હતા.

3 / 5
માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે તેમના સંબોધનમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદી વહોરનાર બહાદુર સૈનિકોને યાદ કર્યા હતા અને સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને અધિકારીઓનો આભાર માન્યો હતો.

4 / 5
પ્રથમ INS ખુકરી એ ભારતીય નૌકાદળનું બ્લેકવુડ-ક્લાસ ફ્રિગેટ હતું. તે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન 9 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની નૌકાદળની સબમરીન હેંગોર દ્વારા દિવ દરિયાકાંઠે ડૂબી ગઈ હતી. ભારતીય નૌકાદળના ઈતિહાસમાં તે એકમાત્ર જહાજ છે જે 194 સૈનિકો સાથે ડૂબી ગયુ હતુ.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">