Irrfan Khan ની આ શ્રેષ્ઠ ફિલ્મોને જો હજી સુધી ન જોઈ હોય, તો તમે કંઈપણ જોયું નથી

'શરાફત કી દુનિયા કા કિસ્સા હી ખતમ, અબ જૈસી દુનિયા વૈસે હમ' અને ' બીહડ મેં બાગી હોતે હૈં, ડકૈત મિલતે હૈ પાર્લિયામેન્ટ મે. ' તમને આ સંવાદો બહુ સારી રીતે યાદ હશે. મજબૂત અવાજ અને આંખોથી અભિનય કરનાર દિવંગત અભિનેતા ઇરફાન ખાન આજે ભલે આપણી વચ્ચે ન હોઈ. પરંતુ તેમની યાદો, વાતો અને મૂવીઝ આજે પણ આપણી યાદદાસ્તમાં છે. ઇરફાન ખાન તેમની પાછળ ફિલ્મ્સનો ખજાનો છોડીને ગયા છે કે તે હંમેશા યાદ રહેશે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 29, 2021 | 1:06 PM
મકબુલ :- વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત 2003 માં આવેલી ફિલ્મ મકબુલએ ઇરફાન ખાનને તે ઓળખ આપી હતી જેના તે ખરેખર લાયક હતા. નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, પંકજ કપૂર અને તબ્બુ જેવા સર્વશ્રેષ્ઠ કલાકારોથી શણગારેલ આ ફિલ્મમાં ઇરફાને એટલો શાનદાર અભિનય કર્યોં કે તે પછી તેમની પાસે ફિલ્મોની લાઇન લાગી ગઈ હતી.

1 / 6
પાન સિંહ તોમર :- દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ 'પાન સિંહ તોમર' માં, ઇરફાન ખાને એવા દોડવીરની ભૂમિકા ભજવી હતી, જે ઘણી સ્પર્ધાઓ જીતે છે. પરંતુ તેમના જીવનના અનુભવો એટલા કડવા છે કે તે ડાકુ બની જાય છે. દોડવીરની ભૂમિકા ઇરફાન દ્વારા એટલી સારી રીતે ભજવવામાં આવી હતી કે અભિનયનાં વિદ્યાર્થીઓએ આ ફિલ્મ ફરીવાર જોવી જોઈએ. વાસ્તવમાં ડાકુ કેવા હોઈ છે, તેઓ કેવી રીતે જીવે છે, તેમનું જીવન કેટલું મુશ્કેલ છે, બધું આ ફિલ્મમાં નજીકથી બતાવવામાં આવ્યું છે.

2 / 6
ધ લંચ બોક્સ :- જ્યારે પણ ઇરફાન ખાનની શ્રેષ્ઠ ફિલ્મોની સૂચિ બને છે ત્યારે આ ફિલ્મનો ચોક્કસપણે ઉલ્લેખ કરવામાં આવશે. ફિલ્મ 'લંચ બૉક્સ', જેમાં ઇરફાન ખાન પાસે સંવાદ માટે કંઈ નહોતું પરંતુ તેમણે પોતાની આખોનાં દમ પર શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. ઇરફાન તેમની સંવાદ ડિલિવરી દ્વારા તેમના અભિનયને અસરકારક બનાવે છે, પરંતુ આ ફિલ્મ દ્વારા તેમણે બતાવ્યું કે સંવાદો વગર કેવી રીતે અભિનય કરવું તે જાણે છે.

3 / 6
ડી ડે :- દિગ્દર્શક નિખિલ અડવાણીની ફિલ્મ ડી ડેમાં ઇરફાન ખાનની ભૂમિકાને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂરની સાથે ઇરફાન ખાને પણ અભિનય કર્યો હતો. ફિલ્મમાં ઇરફાન ખાને એક પાત્ર ભજવ્યું હતું જે ફર્ઝ અને પરિવાર વચ્ચે સંઘર્ષ કરે છે. તેમને મોસ્ટ વોન્ટેડ ગુનેગારને ભારત લાવવાનો હતો. ફિલ્મના અંતે, ઇરફાન ખાનના પાત્રને હીરો તરીકે દર્શાવવામાં આવ્યો છે અને અહીં દર્શકોની આંખોમાં આંસુ હતા.

4 / 6
પીકુ :- 2015 ની ફિલ્મ 'પીકુ' માં, ઇરફાન ખાન સાથે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિનેત્રી દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા. પ્રેક્ષકો માટે એક જ ફિલ્મમાં બે દિગ્ગજ સ્ટાર્સને એક સાથે જોવા કોઈ ભેટથી ઓછું ન હતું. આ જુગલબંધી એટલી હૃદયને સ્પર્શ કરે છે કે ફિલ્મ જોતી વખતે લાગે છે કે તે ક્યારેય સમાપ્ત ન થાય. અમિતાભ અને ઇરફાને ખૂબ જ ગંભીરતાથી તેમની ભૂમિકા ભજવી છે. શૂટિંગના અંતિમ દિવસે ઇરફાન એટલા ભાવુક થઈ ગયા હતા કે તેમણે અમિતાભને ગળે લગાવી તેમના ગાલ પર કિસ કરી લીધી હતી.

5 / 6
હિન્દી મીડિયમ :- વર્ષ 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ 'હિન્દી મીડિયમ' એક ગંભીર મુદ્દા પર બનાવવામાં આવી હતી પરંતુ ઇરફાન ખાન તેમાં ખૂબ હસાવે છે. આ ફિલ્મમાં તેમની કોમિક ટાઈમિંગ ઉત્તમ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">