
પહેલાં બારકોડનો ઉપયોગ થતો હતો. જેની શોધ 1949માં થઈ હતી. જોકે તેની મર્યાદા એ હતી કે તેમાં ફક્ત ઊભી રેખાઓ હતી. જેના કારણે તે ખૂબ જ ઓછી માહિતી સંગ્રહિત કરી શકતી હતી.

ત્યારબાદ હારાએ એક નવો 2D કોડ વિકસાવવાનું નક્કી કર્યું જે આડી અને ઊભી બંને રેખાઓમાં માહિતી સંગ્રહિત કરશે. આમા બારકોડ કરતાં વધુ માહિતી સમાવશે. તેથી તેમણે તેને ચોરસ આકાર આપ્યો અને જમણેથી ડાબે અને ઉપરથી નીચે સુધી ચાલતી રેખાઓનો ઉપયોગ કર્યો.

આ QR (ક્વિક રિસ્પોન્સ) કોડ સ્કેન કર્યા પછી તરત જ વાંચી શકાય છે અને ચુકવણીની પ્રક્રિયા કરવામાં આવે છે. આ QR કોડમાં હજારો અક્ષરો સંગ્રહિત કરવાની ક્ષમતા છે, જે તેને અત્યંત અનન્ય બનાવે છે.

પરંતુ એક સમય હતો જ્યારે લોકો માનતા હતા કે QR કોડનો યુગ સમાપ્ત થઈ ગયો છે. જોકે ચીનમાં સ્માર્ટફોનના વધતા ઉપયોગથી તેને પુનર્જીવિત કરવામાં આવ્યો અને તેનો ફરીથી ઉપયોગ થવા લાગ્યો.

વધુમાં તેની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે તેને ક્યારેય પેટન્ટ કરાવવામાં આવ્યું નથી. તેનું કારણ એ છે કે તેના શોધકો ઇચ્છતા હતા કે શક્ય તેટલા લોકો તેનો ઉપયોગ કરે. તેથી તેઓએ તેને પેટન્ટ કરાવ્યું ન હતું.