
કૈલાશ માનરોવર યાત્રાનો બીજો માર્ગ સિક્કિમના નાથુલામાંથી પસાર થાય છે. આ રસ્તો 802 કિલોમીટર લાંબો છે, જેમાં 21 દિવસ લાગે છે. આ માટેની તાલીમ દિલ્હીમાં પણ થાય છે. આખી મુસાફરીનો ખર્ચ રૂપિયા 2.5 લાખ થાય છે.

કૈલાસ માનસરોવરની યાત્રા કરવા માટે તમારા માટે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મુસાફરી પહેલાં તબીબી પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. આ ઉપરાંત પાસપોર્ટ, વિઝા, સરનામાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ હોવો જોઈએ.