AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિનફ્લુએન્સરે ‘ફાઇનાન્સિયલ એજ્યુકેશન’ના નામે લોકોના સપના વેચ્યા! સ્ટોક માર્કેટમાં રસ ધરાવતા લોકો સાવચેત રહેજો

સ્ટોક માર્કેટમાં રસ ધરાવતા લોકોએ હવે સાવચેત રહેવાની જરૂર છે. મોટાભાગના લોકો ફિનફ્લુએન્સરની વાત માને છે અને પછી રોકાણ કરે છે. જો કે, આ સમાચાર બાદ ટ્રેડિંગમાં રસ ધરાવતા લોકો હવે સાવધાન થઈ જશે તેવી આશા છે.

| Updated on: Aug 23, 2025 | 3:36 PM
Share
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ 20 ઓગસ્ટના રોજ એટલે કે બુધવારે એક ફિનફ્લુએન્સર સામે કડક કાર્યવાહી કરી છે. સેબીએ મહારાષ્ટ્રના કર્જતમાં 'સાઠે એકેડેમી'માં 2 દિવસની તલાશી અને જપ્તી કાર્યવાહી હાથ ધરી હતી. અવધૂત સાઠે તેમની યુટ્યુબ ચેનલ થકી માર્કેટ એનાલિસિસ, ચાર્ટ પેટર્ન અને રોકાણની રણનીતિ શેર કરે છે. તેમની યુટ્યુબ ચેનલમાં અંદાજિત 9,36,000 સબ્સ્ક્રાઇબર્સ છે. અવધૂત સાઠે પોતે 'અવધૂત સાઠે ટ્રેડિંગ એકેડેમી' નામની એકેડેમી ચલાવે છે.

1 / 10
અવધૂત સાઠે સેન્ટ્રલ મુંબઈના દાદરમાં એક સાધારણ ચાલીમાં મોટા થયા હતા. ત્યારબાદ તેઓ તેમના પરિવાર સાથે મુલુંડ શિફ્ટ થયા. જણાવી દઈએ કે, તેમની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી પણ છે. સાઠેએ Hexaware Technologies દ્વારા સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

2 / 10
સાઠે વિદેશમાં પણ ગયેલા છે અને થોડો સમય યુએસ, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયામાં પણ કામ કરેલું છે. આ બાદ તેમણે ઇન્વેસ્ટિંગ અને ટ્રેડિંગમાં હાથ અજમાવ્યો અને સફળતા મેળવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે સફળતા મળતા તેમણે વર્ષ 2008માં નોકરી છોડી દેવાનું નક્કી કર્યું અને વિદ્યાર્થીઓને ઇન્વેસ્ટિંગ અને ટ્રેડિંગમાં તાલીમ આપવાનું નક્કી કર્યું. તેમની તાલીમ એકેડેમીની વેબસાઇટ અનુસાર, અવધૂત સાઠે 3 દાયકાથી વધુનો ઇન્વેસ્ટિંગ અને ટ્રેડિંગનો અનુભવ ધરાવે છે.

3 / 10
સેબી એ સંકેત આપવા માંગે છે કે, તે શિક્ષણના નામે રિટેલ ટ્રેડર્સને ગેરમાર્ગે દોરનારા અને બજારને પ્રભાવિત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. સાઠેની વાત કરીએ તો, તેઓ મહિનાઓથી સેબીની તપાસ હેઠળ હતા.

4 / 10
સૂત્રો અનુસાર, અવધૂત સાઠે ટ્રેડિંગ એકેડેમી એટલે કે ASTA ફક્ત તાલીમ આપવા સુધી મર્યાદિત નથી. સાઠે વિદ્યાર્થીઓને પેની સ્ટોક્સ વિશે સલાહ આપતો અને પ્રાઇવેટ વોટ્સએપ ગ્રુપ્સ પર ટિપ્સ પણ આપતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, સાઠે ઓપરેટરો અથવા પ્રમોટરો સાથે મળીને વિદ્યાર્થીઓ સુધી પેની શેરની માહિતી પહોંચાડતો હતો. હવે આ માહિતી વાંચ્યા બાદ સ્ટુડન્ટ્સ વિચાર્યા વિના શેર ખરીદતા હતા અને આશા રાખતા હતા કે તેમના 5 રૂપિયા 500 રૂપિયા સુધી પહોંચી જશે.

5 / 10
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઠેના યુટ્યુબ પેજ પર વિશ્વાસ કરીને એક ગૃહિણીએ તેમના સત્રોમાં હાજરી આપી, ટ્રેનિંગ લીધી અને પછી ટ્રેડિંગ દ્વારા માત્ર અઢી વર્ષમાં 1 કરોડ રૂપિયા કમાયા હતા. જણાવી દઈએ કે, આ ફક્ત એક ઉદાહરણ છે. તેમના પેજ પર આવા ઘણા ટેસ્ટીમોનિયલ્સ અથવા ફીડબેક છે.

6 / 10
એક હકીકત એ છે કે, અન્ય ફિનફ્લુએન્સર અને માર્કેટ પાર્ટિસિપન્ટે ઘણીવાર સાઠે પર 'ટ્રેડિંગ એકેડેમી' દ્વારા વ્યક્તિગત લાભ માટે રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. વર્ષ 2023 માં, સેબીમાં રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર રિતેશ ગુલરાજાનીએ સાઠે સામે અનૌપચારિક ફરિયાદ કરી હતી.

7 / 10
'અવધૂત સાઠે ટ્રેડિંગ એકેડેમી' વર્ષ 2008 માં શરૂ કરવામાં આવી હતી. આજે તેની મુંબઈ, દિલ્હી અને બેંગલુરુથી લઈને ભુવનેશ્વર, કોચી અને નાગપુર જેવા નાના શહેરો સુધી દેશભરમાં 17 શાખાઓ છે. આટલું જ નહીં, યુએઈ અને યુનાઇટેડ સ્ટેટ્સના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવે છે. એકેડેમીના કોર્સ અંગ્રેજી, હિન્દી, તમિલ, મરાઠી અને તેલુગુમાં પણ ઉપલબ્ધ છે. આ એકેડેમીના ઇન્સ્ટાગ્રામ પર 2,37,000 ફોલોઅર્સ છે.

8 / 10
ASTA ના પ્રોગ્રામમાં વેબિનારથી લઈને 3 મહિનાની રેસિડેન્શિયલ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ પ્રોગ્રામોનો ખર્ચ રૂ. 21,000 થી રૂ. 1.7 લાખ સુધીનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્વેસ્ટિંગ અને ટ્રેડિંગનો વ્યવસાય સાઠે માટે ખૂબ જ નફાકારક રહ્યો છે. વર્ષ 2021 માં એકેડેમીમાંથી સાઠેની કમાણી 17 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

9 / 10
વર્ષ 2022 માં, આ આવક વધીને 37 કરોડ રૂપિયા થઈ ગઈ અને પછી વર્ષ 2023 માં તો આ આવક વધીને 86 કરોડ રૂપિયા થઈ ગઈ.  મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2024 માં સાઠેની કમાણી 116 કરોડ રૂપિયા થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. વધુમાં, વર્ષ 2025 માં આંકડો 200 કરોડ રૂપિયાની આસપાસ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.  જણાવી દઈએ કે, આ આંકડા એક અંદાજ પર આધારિત છે.

10 / 10

આ લેખમાં સમાવાયેલી માહિતી સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 આની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">