હોરર ફિલ્મોની આ અભિનેત્રીઓએ ખુબસુરતીથી મચાવ્યો હતો હંગામો, હવે દેખાવા લાગી છે આવી

બોલીવુડમાં રોમેન્ટિક અને એક્શન ફિલ્મો તો પસંદ કરવામાં આવે છે, સાથે હોરર ફિલ્મો પણ દર્શકોને મનોરંજક લાગે છે. બોલીવુડમાં હોરર ફિલ્મો ફક્ત આજથી જ નહીં, પણ જુના સમયથી બની રહી છે, જેણે લોકોને ડરાવ્યા છે અને તેમના મનમાં સ્થાયી છાપ છોડી છે. એટલું જ નહીં, તે ફિલ્મોની અભિનેત્રીઓને પણ પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. તો ચાલો આજે અમે તમને એ પાંચ અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેઓ હોરર ફિલ્મમાં દેખાઈ હતી.

  • tv9 webdesk40
  • Published On - 16:25 PM, 29 Apr 2021
1/5
જાસ્મિન ધુન્ના :- વર્ષ 1988 માં આવેલી હોરર ફિલ્મ 'વીરાના' કોઈ ભૂલી શક્યું નથી. જાસ્મિન ધુન્નાની સુંદરતાએ આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દિધા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં તેમણે પોતાનું અસલી નામ વાપર્યું હતું. જો કે, આ ફિલ્મ પછી જાસ્મિન બીજી કોઈ ફિલ્મમાં દેખાઈ નહોતી. એવું કહેવામાં આવે છે કે જાસ્મિને અંડરવર્લ્ડને કારણે ફિલ્મોથી પોતાને દૂર કરી હતી.
2/5
રેવતી :- 1992 માં, રામ ગોપાલ વર્માની હોરર ફિલ્મ રાતમાં રેવતી અભિનેત્રી તરીકે જોવા મળી હતી. આમાં તેમણે રશ્મિ શર્માની ભૂમિકા ભજવી હતી. તેમણે દક્ષિણ ભારતની સાથે-સાથે બોલિવૂડમાં પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. રેવતી હજી પણ ફિલ્મોમાં સક્રિય છે. ઘણી ફિલ્મોમાં હીરો હિરોઇનની માતાની ભૂમિકા નિભાવતી જોવા મળે છે.
3/5
કુનિકા :- શ્યામ રામસે દિગ્દર્શિત હોરર ફિલ્મ બંધ દરવાજા ને કોણ ભૂલી શકે છે. વર્ષ 1990 માં રજૂ થયેલી આ હોરર ફિલ્મમાં કુનિકાએ કામ્યાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. કુનિકા હજી પણ મનોરંજનની દુનિયામાં સક્રિય છે. તે ફિલ્મોની સાથે સાથે ટીવી સિરિયલોમાં પણ કામ કરી રહી છે.
4/5
અમિતા નાંગીયા :- 'પુરાની હવેલી' બોલિવૂડની એક એવી હોરર ફિલ્મ હતી કે તે દિવસોમાં લોકોને તે ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં અમિતાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. અમિતાએ ફિલ્મો ઉપરાંત નાના પડદે પણ કામ કર્યું છે, તે હજી પણ ટેલિવિઝનની દુનિયામાં સક્રિય છે.
5/5
પ્રીતિ સપ્રૂ :- વર્ષ 1986 માં હોરર ફિલ્મ 'તહખાના' પ્રેક્ષકોમાં ખૂબ પ્રખ્યાત થઈ હતી. જેમાં પ્રીતિ સપ્રૂ મુખ્ય ભૂમિકામાં હતી. તેમના જોરદાર અભિનયને લોકોએ ખૂબ પસંદ કર્યોં હતો. પ્રીતિ 'આજ કા અર્જુન', 'નઝરાના', 'લાવારીસ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.