રંગોના તહેવાર હોળીની શુક્રવારે દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આપણા સૈનિકો આ તહેવારને ખુશીથી ઉજવણી કરી રહ્યા છે.
1 / 7
જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSFના જવાનોએ પણ હોળીનો તહેવાર ઉજવ્યો હતો. તેઓએ એકબીજાને રંગો લાગાવ્યો અને ડાન્સ કરીને તહેવારન ઉજવણી કરી હતી.
2 / 7
આ દરમિયાન સૈનિકોએ કહ્યું કે, તેઓ સરહદ પર દરેક તહેવાર આ રીતે ઉજવે છે, પછી તે હોળી હોય, દિવાળી હોય, પછી કોઈપણ તહેવાર હોય. સૈનિકોએ કહ્યું કે, અલબત્ત અમે અમારા ઘરથી દૂર છીએ પરંતુ અમારા માટે આ અમારો પરિવાર છે.
3 / 7
હોળીના અવસરે બીએસએફના જવાનોએ પણ ઢોલ વગાડ્યા હતા. બોલિવૂડ ફિલ્મના ગીત રંગ બરસે પર ગાતી વખતે તેઓએ એકબીજા પર રંગો લગાવ્યા હતા. દરેક લોકો ખુશીથી નાચતા પણ જોવા મળ્યા હતા.
4 / 7
જમ્મુ-કાશ્મીરના પુંછમાં સૈનિકોએ આ જ રીતે હોળીની ઉજવણી કરી છે. અહીં ભારતીય સેનાની દુર્ગા બટાલિયનના જવાનોએ એકબીજાની સાથે જોરદાર હોળી રમી હતી. સરહદ પર દેશની રક્ષા કરતી વખતે ખુશ થવાની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે.
5 / 7
હોળીને લઈને BSF દ્વારા એક ટ્વિટ પણ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, તમામ દેશવાસીઓને ડાયરેક્ટર જનરલ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને તમામ બોર્ડર ગાર્ડ્સ તરફથી હોળીની શુભકામનાઓ.
6 / 7
BSF દ્વારા પણ આવી જ ઘણી વધુ ટ્વિટ કરવામાં આવી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોળીના અવસર પર તમામને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું કે, તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનું પ્રતીક રંગોનો આ તહેવાર તમારા જીવનમાં ખુશીઓના દરેક રંગ લઈને આવે.