Gujarati News » Photo gallery » Heavy snowfall in Jammu and Kashmir and Himachal Pradesh 8 inches of snow piled up on roads
Photos: જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષા, રસ્તા પર જામ્યા 8 ઈંચ મોટી બરફના સ્તર
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Updated on: Jan 25, 2023 | 6:21 PM
ગુજરાત સહિત આખા દેશમાં હાલમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કશ્મીરમાં ભારે બરફ વર્ષા જોવા મળી રહી છે. બરફ વર્ષાના નયનરમ્ય દ્રશ્યોના કેટલાક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મૂ- કશ્મીરમાં હાલમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. આ બરફ વર્ષાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. 24 કલાક થઈ રહેલી બરફ વર્ષાને કારણે અનેક જગ્યાએ આઠ ઈંચથી વધારે બરફના સ્તર જામી ગયા છે.
1 / 5
હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં શ્રીનગરમાં 1 સેમી, કાજીગુંડમાં 11 સેમી, પહલગામમાં 16.2 સેમી, કુપવાડામાં શૂન્ય, કોકેરનાગમાં 14.5 સેમી, ગુલમર્ગમાં 21 સેમી અને ભદ્રવાહમાં 7 સેમી બરફવર્ષા નોંધવામાં આવ્યું છે.
2 / 5
જમ્મૂ-કશ્મીર સહિત અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે. શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી 2.3 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને ગુલમર્ગમાં શૂન્યથી 9.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે.
3 / 5
ભારે બરફ વર્ષા વચ્ચે પણ દેશની સેનાના જવાનો 24 કલાક સુરક્ષામાં તૈનાત ઉભા છે. સરહદના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા જવાનોના કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
4 / 5
કશ્મીરમાં હાલમાં 'ચિલ્લઈ-કલાં'નો સમય ચાલી રહ્યો છે. તે 40 દિવસ સુધી ચાલતો હોય છે. આ સમયમાં કશ્મીરમાં ભારે ઠંડી અને બરફ વર્ષા થતી હોય છે.