
આદુ, એલચી, તજ અને લવિંગ જેવા મસાલા માત્ર સ્વાદ જ નથી વધારતા પણ તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે. ચા બનાવતી વખતે તેમને પાણીમાં ઉકાળો અને પછી ચાના પાંદડા ઉમેરો. જેથી તેમની સુગંધ અને ઔષધીય ગુણધર્મો ચામાં સંપૂર્ણપણે ભળી જાય.

બેસ્ટ સ્વાદ અને સ્વાસ્થ્ય માટે હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળી ચાની ભૂકી પસંદ કરો. આસામ અથવા દાર્જિલિંગની મધ્યમ કે મોટા પાંદડાવાળી માંથી બનાવેલી ચાની ભૂકી બેસ્ટ માનવામાં આવે છે. તે સ્વાદમાં સ્ટ્રોંગ હોય છે અને ઓછા દૂધ અને ખાંડ સાથે મસ્ત મુડ બનાવે છે.

તમારી ચામાં ઇન્સ્ટન્ટ ટી મિક્સ અને કૃત્રિમ ક્રીમર ટાળો. ઇન્સ્ટન્ટ ટી મિક્સ અથવા ક્રીમરમાં ઘણીવાર તેમાં ખાંડ અને ચરબી હોય છે. તમારી ચા તાજા દૂધ, મસાલા અને ચાના પાંદડાથી બનાવવી બેસ્ટ છે. આ ચાનો સ્વાદ ફ્રેશ અને નેચરલ રાખશે.

વધુ પડતી ચા પણ કેલરી વધારી શકે છે. તેથી મોટા કપને બદલે નાના કપમાં ચા પીવાનો પ્રયાસ કરો અને ધીમે ધીમે ચાનો સ્વાદ માણો. તમારા શરીરને ચાથી ઓવરલોડ ન કરો. વધુ પડતી કેફીનવાળી ચા ન પીવાનો પ્રયાસ કરો. તેના બદલે, તુલસી, લેમનગ્રાસ અથવા આદુ જેવી હર્બલ ચા અજમાવો. આ ચા માત્ર શાંત જ નહીં પણ કેફીન-મુક્ત પણ છે. તુલસીને નિયમિત ચા સાથે પણ ભેળવી શકાય છે.