માત્ર પેશાબની સમસ્યા જ નહીં, આ પણ છે કિડની ફેલ થવાના સંકેત: જો તમને પણ છે સમસ્યા તો ચેતી જજો
These can be signs of kidney failure
પેશાબમાં સમસ્યાને કિડની ફેલ્યોરનો મોટો સંકેત માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કિડની ફેલ થવાના અન્ય ઘણા સંકેતો પણ હોઈ શકે છે. આજે અમે તમને આ અન્ય સંકેતો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
ચહેરા પર સોજો: નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો કિડની યોગ્ય રીતે કામ ન કરે તો સોડિયમની માત્રા વધવા લાગે છે અને તેના કારણે ચહેરા પર અથવા અન્ય જગ્યાએ સોજો આવવાની સમસ્યા થાય છે.
ત્વચામાં ખંજવાળ: ત્વચામાં ખંજવાળ પણ કિડની સંબંધિત સમસ્યાઓનો સંકેત ગણી શકાય. કીડનીમાં વધુ પડતા ટોક્સિનને કારણે ત્વચામાં ખંજવાળ અને શુષ્કતા આવે છે.
સ્નાયુઓમાં ખેંચાણ: જો તમને પણ તમારા પગમાં અને તેના સ્નાયુઓમાં ખેંચાણ થાય છે, તો તે કિડનીની નિષ્ફળતા અથવા તેના નબળા પડવાની નિશાની માનવામાં આવે છે. તેની પાછળનું કારણ સોડિયમ અને કેલ્શિયમ વચ્ચેનું અસંતુલન છે.
થાકઃ જો શરીરમાં સતત થાકનો અહેસાસ થતો હોય તો આ પણ કિડની ફેલ્યોર અથવા તેના નબળા પડવાના લક્ષણો દર્શાવે છે. કિડની ટોક્સીન દૂર કરવામાં અસમર્થ થઇ જાય છે ત્યારે આ સ્થિતિમાં ઘણી સમસ્યાઓ થાય છે.
ઊંઘની ઉણપ: રિપોર્ટ્સ અનુસાર, ઊંઘ ન આવવાને પણ કિડની ફેલ્યોરનો સંકેત માનવામાં આવે છે. આ કિડની પર વધુ પડતા પ્રેશરને કારણે હોઈ શકે છે.