Happy Birthday Cheteshwar Pujara: યાદ કરો ચેતેશ્વર પૂજારાની એ 5 યાદગાર ઇનિંગ્સ

જ્યારે જ્યારે ટીમ ઇન્ડિયા કટોકટીમાં હોય છે, ત્યારે ત્યારે બર્થ-ડે બોય Cheteshwar Pujara ટીમના સથવારે આવે છે. તેનું તાજુ ઉદાહરણ ઓસ્ટ્રેલિયા સામેની ગાબા ટેસ્ટમાં જોવા મળ્યું. આ પહેલા પણ અનેક વાર સાબિત કરી ચૂક્યો છે કે તે ભારતનો બીજો રાહુલ દ્રવિડ છે. આવો તેના જન્મદિવસ પર તેની કારકિર્દીની 5 શ્રેષ્ઠ ઇનિંગ્સ જોઈએ.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 25, 2021 | 11:37 AM
145* રન શ્રીલંકા સામે (2015)/	કોલંબો ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા એક મુશ્કેલીમાં મુકાઈ હતી. પ્રથમ ઓવરથી વિકેટ પડવાની શરૂ થઈ હતી. ત્યારે 180 રન પર 7 વિકેટ પર ગઈ હતી. ત્યારે પૂજારા સિવાય ભારતનો કોઈ પણ બેટ્સમેન 30 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. અંતે અમિત મિશ્રાએ પૂજારને સાથ આપ્યો. બંનેએ 8 મી વિકેટ માટે 104 રન કર્યા અને ટીમનો સ્કોર 312 પર પહોચાડ્યો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 117 રને જીતી અને પૂજારા મેન ઓફ ધ મેચ બન્યો.

1 / 5
202 રન ઓસ્ટ્રેલિયા સામે (2017)/	બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ ત્રીજી ટેસ્ટ મેચ હતી. અહીં ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન સ્મિથ અને મેક્સવેલની સદીના કારણે 451 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પૂજારાએ પોતાનું જોર બતાવ્યું અને 525 દડાની ઇનિંગ્સમાં બેવડી સદી (202) બનાવી. આ ઇનિંગ્સમાં તેણે 21 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 603 રન બનાવ્યા હતા અને 152 રનની લીડ મેળવી હતી. આ મેચ ડ્રો રહી હતી અને મેન ટુ પુજારા મેન ઓફ ધ મેચ બન્યો.

2 / 5
132 * ઈંગ્લેન્ડ સામે (2018)/	ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસ પર હતી. ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચમાં વિરાટ કોહલી (46 અને 58) તેમજ પૂજારા (132 અને 5) સિવાય કોઈ પણ બેટ્સમેન ટકી શક્યો નહીં. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 195 રન સુધીમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. અંતે પુજારાએ છેલ્લા બેટ્સમેનોની સાથે ટીમનો સ્કોર 273 પર પહોંચાડ્યો. ટીમ ઈન્ડિયાને 27 રનની લીડ અપાવી. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગ્સમાં ભારત સામે 246 રનનો લક્ષ્યાંક રાખ્યો. પરંતુ પૂજારા બીજી ઇનિંગ્સમાં નિષ્ફળ ગયો અને ટીમ ઈન્ડિયા આ મેચ બચાવી શકી નહીં. ભારત મેચ 60 રને હારી ગયું હતું.

3 / 5
123 ઓસ્ટ્રેલિયા સામે (2018)/	ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. પૂજારાએ પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારીને પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા. ટીમ ઇન્ડિયાની શરૂઆતની જોડી એડિલેડમાં ફ્લોપ થઈ અને પૂજારાએ જવાબદારી લીધી. પુજારાએ 123 રન બનાવ્યા અને 9 મી વિકેટ પહેલા ટીમ ઈન્ડિયાને 250 રન સુધી પહોચાડી. ભારતીય ટીમે ચોથી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 322 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતની બીજી ઇનિંગમાં પૂજારાએ ફરી એક વખત 71 રન ફટકાર્યા. આખરે ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ 31 રને જીતી લીધી અને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી. પૂજારા મેન ઓફ ધ મેચ બન્યો.

4 / 5
193 ઓસ્ટ્રેલિયા સામે (2019)/	ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની આ છેલ્લી ટેસ્ટ હતી. અને ટીમ ઇન્ડિયા 2-1ની લીડ સાથે સિડમાં મેચ રમી રહી હતી. આ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 622 રન બનાવીને ઓસ્ટ્રેલીયાને પ્રેશરમાં મુકી હતી. આ મેચમાં પૂજારાએ 22 ચોગ્ગાની મદદથી 193 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કાંગારૂઓની પહેલી ઇનિંગ્સમાં 300 રન બનાવ્યા. ભારતે તેને ફોલો-ઓન કરાવ્યું. અહીં વરસાદના કારણે પણ આ ટેસ્ટ કાંગારુ ટીમ ભારતને ઇતિહાસ સર્જતા રોકી શકી નથી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત કાંગારુની ધરતી પર (2-1) માં ટેસ્ટ સિરીઝ જીતી. આ મેચમાં પૂજારા મેન ઓફ ધ મેચ બન્યો. પૂજારાએ શ્રેણીમાં 3 સદી ફટકાર્યા બાદ મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ જીત્યો. આ પછી, ભારતે 2020-21માં અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ આ ઘટનાનું સિધ્ધાંત પુનરાવર્તન કર્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">