Gujarati News » Photo gallery » Hairstyle tips cheapest hair mask can make your hair straight follow this tips
Hairstyle Tips: ઓછા ખર્ચે પોતાના વાળને કરો સ્ટ્રેટ, ફોલો કરો આ ટિપ્સ
Hairstyle Tips: જો વાળ સ્ટ્રેટ અને ચમકદાર હોય તો તે ખૂબ જ સુંદર લાગે છે. ખાસ કરીને યુવતીઓને પોતાના વાળ સ્ટ્રેટ અને ચમકદાર કરવાનો ઘણો શોખ હોય છે. જેથી તે વઘારે સુંદર લાગી શકે. ઘરગથ્થુ ઉપચાર વડે પણ તમે પોતાના વાળને સ્ટાઈલીસ લુક આપી શકો છો.
જો વાળ સ્ટ્રેટ અને ચમકદાર હોય તો તે ખૂબ જ સુંદર લાગે છે. ખાસ કરીને યુવતીઓને પોતાના વાળ સ્ટ્રેટ અને ચમકદાર કરવાનો ઘણો શોખ હોય છે. જેથી તે વઘારે સુંદર લાગી શકે. ઘરગથ્થુ ઉપચાર વડે પણ તમે પોતાના વાળને સ્ટાઈલીસ લુક આપી શકો છો.
1 / 5
એલોવેરા: એલોવેરા વાળને સ્ટ્રેટ અને ચમકદાર બનાવવાની સાથે સાથે મજબૂત પણ બલાવે છે. એલોવેરાને વાળમાં ધીમે ધીમે લગાવો. આ એલોવેરા જેલ માસ્ક અઠવાડિયામાં 2 વાર લગાવો તમને તેના સારા પરિણામ જોવા મળશે.
2 / 5
નારિયેળ પાણી અને લીંબુ: નારિયેળ પાણી વાળને હાઇડ્રેટ કરે છે, અને લીંબુ તેમને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરશે. એક બાઉલમાં નારિયેળ પાણીમાં એક લીંબુનો રસ ઉમેરો કરો. આ માસ્કને વાળ અને માથાની ચામડી પર લગાવો. આવું અઠવાડિયામાં 2 વાર કરો.
3 / 5
કેળા અને પપૈયાઃ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કેળા અને પપૈયાથી પણ તમે વાળની સંભાળ કરી શકો છો. એક બાઉલમાં પપૈયા અને કેળાને મેશ કરો. તમે તેમાં મધનો પણ ઉપયોગ કરી શકો છો. માથાની ચામડી અને વાળ પર આ હેર માસ્ક લગાવો. તે એક પ્રકારના કન્ડિશનર તરીકે પણ કામ કરશે.
4 / 5
ઈંડા અને ઓલિવ ઓઈલઃ જો તમે તમારા વાળને વધારે ચમકદાર બનાવવા ઈચ્છો છો, તો તમે આ માસ્કનો ઉપયોગ કરી શકો છો.
ઈંડામાં ઓલિવ ઓઈલ નાખીને બમણા ફાયદા મેળવી શકાય છે. ઈંડાની અંદરનું પ્રવાહી લો અને તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ ઉમેરો. આ હેર માસ્ક લગાવ્યા બાદ તેને સુકાવા દો અને પછી શેમ્પૂથી તેને ધોઈ નાંખો.