Women’s health : પ્રેગ્નન્સી માટે એગની સાઈઝ કેટલી હોવી જોઈએ? ગાયનેકોલોજિસ્ટ્સ પાસેથી જાણો
મા બનવાનો આનંદ દરેક સ્ત્રીના જીવનમાં ખાસ હોય છે. પરંતુ કેટલાક સ્વાસ્થ્ય કારણોસર, કેટલીક સ્ત્રીઓ માતૃત્વના આ આનંદથી વંચિત રહે છે. સ્ત્રીઓ બાળકોના જન્મની ખુશી માટે દર મહિને ઓવ્યુલેશન દરમિયાન એગ છોડે છે. પ્રેગ્નન્સી માટે એગની સાઈઝ કેટલી હોવી જોઈએ? તે વિશે જાણીએ

સામાન્ય રીતે મહિલા પ્રેગ્નનેટ થાય છે તો એક સુખદ અનુભવ કરે છે પરંતુ કેટલીક મહિલાઓ કોઈ કારણોસર ગર્ભધારણ કરી શકતી નથી. પ્રેગ્નન્સી કંસીવ કરવામાં મહિલાની ઓવરીમાં બનનાર એગ સાઈઝ ખુબ મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે.

આ એગ પુરુષના સ્પર્મ સાથે મળી ફર્ટિલાઈઝ થાય છે. જો કોઈ કારણોસર આનો આકાર ઓછો થાય છે તોઆનાથી પ્રેગ્નન્સીની સંભાવના ઓછી થઈ શકે છે.ત્યારે એક સવાલ એ થાય છે કે, પ્રેગ્નન્ટ થવા માટે એગની સાઈઝ કેટલી હોવી જોઈએ? તો આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીશું.

ગાયનેકોલોજિસ્ટ્સના મતે પ્રજનન માટે એગનું કદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો સ્ત્રીના એગનું કદ સારું હોય, તો ગર્ભાધાનની પ્રક્રિયા સરળતાથી થાય છે. જે સ્વસ્થ ગર્ભનું નિર્માણ તરફ દોરી જાય છે. જો એગનું કદ સારું હોય, તો શુક્રાણુને ગર્ભાધાનમાં કોઈ સમસ્યા થતી નથી. અને પછી એક સ્વસ્થ ગર્ભ તૈયાર થાય છે.

ઓછી સાઈઝના એગને ફર્ટિલાઈઝ કરવામાં મુશ્કેલી થાય છે. ઓછા આકારના એગમાં સારી ગુણવત્તા હોતી નથી અને પ્રજનન ક્ષમતામાં મુશ્કેલી આવે છે. પ્રજનનક્ષમતા એગના કદ પર આધાર રાખે છે.

નાના કદના એગ સાથે ગર્ભાવસ્થા થાય તેવા કિસ્સાઓ બહુ ઓછા જોવા મળે છે. પરંતુ આવી ગર્ભાવસ્થામાં ગર્ભપાત થવાની શક્યતા વધુ હોય છે. અને જો ગર્ભાવસ્થા સફળ થાય તો પણ, ભવિષ્યમાં બાળકમાં ઘણી આનુવંશિક સમસ્યાઓનો ભય રહે છે.

ગર્ભધારણ માટે એગની ગુણવત્તામાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.જેના માટે તમારી લાઈફસ્ટાઈલ તેમજ ડાયટનું ખુબ જ ધ્યાન રાખો.તેમજ તમારા વજનને નિયંત્રિત રાખો. અને ધ્રુમપ્રાનથી દુર રહો. પ્રેગ્નન્સી માટે એગની સાઈઝ સામાન્ય રીતે 18 થી 25 મીમીની વચ્ચે હોય છે.

23 થી 28 મીમી વચ્ચેનું એગ સ્વસ્થ અને પરિપક્વ એગ માનવામાં આવે છે, જે ગર્ભાવસ્થા માટે અનુકૂળ હોય છે. આ કદનું એગ ઓવ્યુલેશન માટે તૈયાર હોય છે અને ગર્ભાધાનની શક્યતા વધારે હોય છે. જોકે, 18-20 મીમીનું એગ પણ ગર્ભાવસ્થા માટે પૂરતું માનવામાં આવે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
