Women’s health : પ્રી મેનોપોઝ અને પોસ્ટ મેનોપોઝમાં શું તફાવત છે, દરેક તબક્કામાં કયા લક્ષણો હોય છે?

મેનોપઝમાંથી પસાર થઈ રહ્યા છો તો ગભરાવ નહી.અંદાજે 40 થી 55 વર્ષની ઉંમરમાં દરેક મહિલાઓને મેનોપોઝ આવે છે.આ હોર્મોનલ બદલાવનો ભાગ છે. જેમાં શરીરની અંદર અનેક બદલાવ આવે છે. કઈ ઉંમરમાં બદલાવ આવે છે અને કઈ રીતે સંભાળ રાખવી તે વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Aug 03, 2025 | 9:19 AM
4 / 9
મેનોપોઝનું સૌથી મોટું કારણ છે શરીરમાં 2 મુખ્ય મહિલા હોર્મોન્સ એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટ્રોનક ઓછું થવું આ હોર્મોન્સ અંડાશય દ્વારા ઉત્પન્ન થાય છે અને જેમ જેમ આપણે ઉંમર વધારીએ છીએ તેમ તેમ તેમનું પ્રમાણ ઘટતું જાય છે, જેના કારણે ઓવ્યુલેશન બંધ થાય છે અને પીરિયડ્સ બંધ થાય છે.

5 / 9
સામાન્ય ઉંમર પહેલા મેનોપોઝ થવાને પ્રી-મેનોપોઝ કહેવામાં આવે છે. જોકે, આવું ફક્ત 10 ટકા સ્ત્રીઓમાં જ થાય છે. આ તબક્કામાં, અંડાશય ધીમે ધીમે ઓછા હોર્મોન્સ (એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન) ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે,પીરિયડ્સ અનિયમિત થાય છે. પ્રજનન ક્ષમતા ઓછી થવા લાગે છે, શરીરમાં હોર્મોનલ ફેરફારો અનુભવાય છે.

6 / 9
 પ્રી મેનોપોઝની ઉંમરમાં પીરિયડ્સનું ચક્ર બદલવાનું શરુ થઈ જાય છે. ક્યારેક વહેલા કે ક્યારેક મોડા આવે છે. ક્યારેક અચાનક ગરમી થાય છે. જેમાં હોટ ફ્લૈશેસ પણ કહેવામાં આવે છે. રાત્રે પરસેવો આવવો, મૂડ સ્વિંગ્સ, ચિડયાપણું, ઉંધ ન આવી, વાળ ખરવા ,ત્વચા ડ્રાય થવી જેવા સંકેતઓ દેખાય છે.

7 / 9
મેનોપોઝ પછીના લક્ષણોની જો આપણે વાત કરીએ તો,હોટ ફ્લૈશેસ અને રાત્રે પરસેવો આવી શકે છે, યોનિમાર્ગ શુષ્ક થઈ શકે છે, મૂડ સ્વિંગ, થાક અને નબળાઈ, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, સાંધામાં દુખાવો થઈ શકે છે. આ સમસ્યાઓ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહી શકે છે.

8 / 9
આ દરમિયાન કેલ્શિયમ અને વિટામિન ડીનું સેવન કરો, કસરત અને યોગાને રુટિનમાં સામેલ કરો. ભરપુર પાણી પીઓ અને સંતુલિત ખોરાકનું સેવન કરો. ડોક્ટર પાસે સમય સમયે તપાસ કરાવો. સ્ટ્રેસને ઓછો કરવો અને પુરતી ઊંઘ લો.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)