
આ બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ નથી. તમારે આને લઈ કોઈ હેરાન થવાની જરુર નથી. પીરિયડ્સ દરમિયાન શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનના લેવલમાં ઉતાર-ચઢાવ થાય છે. આ કારણે કેટલીક વખત બ્રેસ્ટ સેલ્સમાં સોજો આવવો કે પછી આ કારણે બ્રેસ્ટમાં દુખાવો થાય છે.

કેટલીક વખત મહિલાઓમાં બ્રેસ્ટમાં થનારા નોર્મેલ દુખાવો કે ગાંઠને બ્રેસ્ટ કેન્સર સાથે જોડી પરેશાન થઈ જાય છે. બ્રેસ્ટ પેન,બ્રેસ્ટ કેન્સરના એક લક્ષણ હોય શકે છે. પરંતુ બ્રેસ્ટ પેનના કારણે બ્રેસ્ટ કેન્સર ક્યારે થાય છે અને ક્યારે નોર્મલ હોય છે.આ વિશે આજે આપણે એક્સપર્ટ પાસેથી વધારે માહિતી જાણીએ.

બ્રેસ્ટમાં થતાં દુખાવાને માસ્ટાલઝિયા પણ કહેવામાં આવે છે. આનાથી ડરવું કે આ બ્રેસ્ટ કેન્સરના લક્ષણ છે તેવું સમજવું જોઈએ નહી. જો તમને બ્રેસ્ટમાં દુખાવો થઈ રહ્યો છે તો. ડોક્ટરનો જરુર સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)