
આ હોર્મોન્સ મહિલાઓના પીરિયડ્સને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે આ હોર્મોન્સના સ્તરમાં વધઘટ થાય છે, ત્યારે તે પીરિયડ્સ પર સીધી અસર કરે છે. ઊંઘના અભાવે, તમારા પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે.

જો તમે 6 કલાક કે પછી તેનાથી ઓછી ઊંઘ લો છો, તો બની શકે તમારા પીરિયડ્સ અનિયમિત થાય. આટલું જ નહી ઊંઘની ઉણપથી થનારા હોર્મોનલ અસંતુલન પણ પીરિયડ્સને અસર કરે છે.

ઊંઘની ઉણપના કારણે સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે. આ કારણે પીરિયડ્સની સાઈકલ અને રિપ્રોડક્ટિવ હેલ્થ પ્રભાવિત થાય છે. જો તમે પુરતી ઊંઘ લઈ રહ્યા નથી તો મોડી રાત્ર સુધી જાગી રહ્યા છે અને સવારે મોડા ઉઠી રહ્યા છો તો આની અસર પણ તમારી પીરિયડ્સ સાઈકલ પર પડે છે.

આ સિવાય ઊંઘની ઉણપથી મેટાબોલિઝ્મ અને ઈંસુલિન રેજિસ્ટેસ પર અસર થાય છે. આનાથી મોટાપો અને પીરિયડ્સ સાઈકલ પ્રભાવિત થાય છે.ઊંઘની ઉણપ ઉપરાંત, તણાવ અને વિટામિન ડી અને વિટામિન બી12 સહિત ઘણા જરૂરી પોષક તત્વોનો અભાવ પણ તમારી પીરિયડ્સ સાઈકલને અસર કરી શકે છે.

જો તમે લાંબા સમયથી સ્ટ્રેસમાં છો. તો આ કારણે પીરિયડ્સ ડિલે કે પછી જલ્દી આવી શકે છે. 21 દિવસ કે 35 દિવસથી ઓછા સમયની પીરિયડ્સ સાઈકલ અનહેલધી માનવામાં આવે છે અને આને અનિયમિત પીરિયડ્સ માનવામાં આવે છે.

ઊંઘનો અભાવ પીરિયડ્સ પર સીધી અસર કરે છે. આવી સ્થિતિમાં, સ્વસ્થ પીરિયડ્સ ચક્ર માટે, સારી ઊંઘ, યોગ્ય આહાર અને તણાવથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)