Menopause પછી ફિઝિકલ રિલેશન પર શું અસર થાય છે ? જાણો ડોક્ટર પાસેથી
મહિલાઓમાં પીરિયડ્સ બંધ થાય તે સ્થિતિને મેનોપોઝ કહેવામાં આવે છે. મોટાભાગે મહિલાઓમાં 45 થી લઈ 55 વર્ષની ઉંમરમાં મેનોપોઝ આવી જાય છે. તો ચાલો જાણીએ મેનોપોઝ પછી ફિઝિકલ રિલેશન પર શું અસર થાય છે?

મેનોપોઝ દરેક મહિલાના જીવનમાં એક સામાન્ય તબક્કો છે. આની સાથે જોડાયેલા અનેક સવાલોના જવાબો મહિલાઓને ખબર રહેતી નથી. આજે અમે તમને મેનોપોઝ પછી ફિઝિકલ રિલેશન પર શું અસર થાય છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું.

સીધી સરળ વાતમાં જો આપણે વાત કરીએ તો. મહિલાઓમાં પીરિયડ્સ બંધ થવાની સ્થિતિને મેનોપોઝ કહેવામાં આવે છે. સામાન્ય રીતે મોટા ભાગની મહિલાઓમાં 45 થી 55 વર્ષની ઉંમરની સ્થિતિમાં મેનોપોઝ આવી જાય છે.આજની અનહેલ્ધી લાઈફસ્ટાઈલ વધતા તણાવ અને ફાસ્ટફુડના કારણે મહિલાઓને પ્રભાવિત કરે છે.

મેનોપોઝ બાદ મહિલાઓની ફિઝિકલ લાઇફમાં અનેક બદલાવ આવી શકે છે. કેટલીક મહિલાઓની ફિઝિકલ લાઈફ દરમિયાન પીડાનો અનુભવ થઈ શકે છે, જ્યારે કેટલીક મહિલાઓની ફીઝિકલ રિલેશનની ઈચ્છા ઓછી થઈ શકે છે. જોકે, ઘણી સ્ત્રીઓ માટે, મેનોપૉજ પછી પણ ફીઝિકલ રિલેશન શક્ય છે.

હોર્મોનલ પરિવર્તન અને શારીરિક અસુવિધાના કારણે કેટલીક સ્ત્રીઓની શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા ઓછી થઈ શકે છે. બીજું એક કારણ જાણીએ તો, મેનોપોઝ બાદ વજન વધવા લાગે છે, સાંધાના દુખાવો અને અન્ય સ્વાસ્થય સમસ્યાઓ પણ ફીઝિકલ લાઈફને પ્રભાવિત કરી શકે છે.

મેનોપોઝ દરમિયાન અને પછી, સ્ત્રીઓ અને તેમના જીવનસાથી વચ્ચેના સંબંધોમાં ફેરફાર થઈ શકે છે, જે જાતીય જીવનને અસર કરી શકે છે

મેનોપોઝ પછી તમારા ફિઝિકલ રિલેશનમાં ફેરફાર થવો સામાન્ય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે સંતોષકારક ફિઝિકલ લાઇફ ન જીવી શકો. જો તમે મેનોપોઝ પછી તમારી ફિઝિકલ લાઈફ વિશે ચિંતિત છો, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો. તેઓ તમને સારવાર અને વ્યવસ્થાપન વિકલ્પો વિશે સલાહ આપી શકે છે, અને તમારી ફિઝિકલ લાઈફને સુધારવામાં મદદ કરી શકે છે.

આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓનો મૂડ બદલાતો રહે છે. આ તબક્કે, તેમને શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા ઓછી થઈ જાય છે. જો તેઓ શારીરિક સંબંધ બાંધે છે, તો તે પીડાદાયક હોય છે, કારણ કે શરીરમાં એસ્ટ્રોજન ઉત્પન્ન થતું નથી, જેના કારણે પ્રાઈવેટ પાર્ટમાં શુષ્કતા આવે છે.

જો 35 વર્ષ કે મધ્યમ વયની સ્ત્રીઓ નિયમિતપણે શારીરિક સંબંધ બાંધે છે તો તેમનામાં મેનોપોઝ મોડો આવે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
