Women’s health : મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના બે મુખ્ય કારણો શું છે, શરૂઆતના લક્ષણો કેવી રીતે દેખાય છે
જો તમારા પરિવારમાં કોઈ મહિલા બ્રેસ્ટ કેન્સરના શરુઆતના લક્ષણો સાથે ઝઝુમી રહી છે. તો ચાલો જાણીએ આની પાછળ કારણ શું છે? તેમજ તપાસ ક્યારે કરવી જોઈએ.ભારતમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સતત વધી રહ્યા છે.

બ્રેસ્ટ કેન્સર આજની તારીખમાં મહિલાઓના સ્વાસ્થ માટે એક મોટો પડકાર બની ચૂક્યો છે. દર વર્ષે દુનિયાભરમાં લાખો મહિલાઓ બ્રેસ્ટ કેન્સરથી પ્રભાવિત થાય છે. તેમજ ભારતમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સતત વધી રહ્યાછે. ડરામણી વાત એ છે કે, આની ઓળખ મોડી થાય છે.

પરંતુ શું તમને ખબર છે આની પાછળ ક્યા કારણો છે. આપણી રોજિંદી આદતો સાથે કઈ કઈ બાબતો સંબંધિત છે? જો આ રોગના શરૂઆતના લક્ષણો સમયસર ઓળખી કાઢવામાં આવે, તો તેનું નિવારણ અને સારવાર બંને સરળ બની શકે છે.

બ્રેસ્ટ કેન્સર કોઈ અચાનક થનારી બીમારી નથી પરંતુ તેની પાછળ લાંબો સમય હોય છે. જે ધીરે-ધીરે શરીરમાં બદલાવ લાવે છે. સામાન્ય રીતે મહિલાઓ આને લઈ લાપરવાહ રહે છે અને વિચારે છે કે, શરીરમાં થનારા આ બદલાવ સામાન્ય છે

ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, જો તમારા પરિવારમાં કોઈ મહિલાને બ્રેસ્ટ કેન્સર હોય છે. જેમ કે,નાની,દાદી, માતા કે પછી બહેન તો આનું રિસ્ક રહે છે. તમને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે.આનો સીધો સંબંધ નથી, પરંતુ આ બીમારી તમારા શરીરમાં કેન્સર બનવાનું કારણ વધારી શકે છે. જેના કારણે ખતરો વધી શકે છે. આ વૃદ્ધાવસ્થામાં નહી પરંતુ 30 થી 35 વર્ષની મહિલાઓમાં પણ જોવા મળે છે.

બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને ફાસ્ટફુડ છે. લાઈફસ્ટાઈલમાં જે રીતે નેગેટીવ બદલાવ થઈ રહ્યો છે. તે રિસ્ક વધારી રહ્યો છે. સતત ફાસ્ટ ફુડનું સેવન, કસરત ન કરવી, દારુનું સેવન, સ્મોકિંગ, વધતો વજન અને તણાવ આ બધા કારણો છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને ઊંઘનો અભાવ પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારી શકે છે.

હવે આપણે બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો બ્રેસ્ટની પાસે ગાંઠ બનવી, બ્રેસ્ટમાંથી લોહી નીકળવું, બ્રેસ્ટની સાઈઝમાં ફેરફાર થવો, નિપ્પલમાં દુખાવો થવો. નિપ્પલ કે બ્રેસ્ટનો રંગ બદલવો,

આ બધા અલર્ટ આપનાર લક્ષણો છે પરંતુ દુર્ભાગ્યથી મહિલાઓ આ બધાને નજરઅંદાજ કરે છે. કે પછી શરમના કારણે ડોક્ટર સાથે વાત કરતી નથી. જો તમે પણ આ લક્ષણોને ઓળખી લીધા તો ડોક્ટરની સલાહ લઈ બ્રેસ્ટ કેન્સરના શરુઆતના સ્ટેજમાં જ રોકી શકાય છે. નિયમિત રીતે સેલ્ફ-એગ્ઝામિનેશન, દર વર્ષે વાર્ષિક મેમોગ્રાફી (40 વર્ષની ઉંમર પછી) અને હેલ્ધી લાઈફસ્ટાઈલ આ રોગ સામે લડવાના સૌથી અસરકારક રસ્તાઓ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
