
હિમોગ્લોબિનના ઉત્પાદન માટે આયર્ન જરૂરી છે, જે આખા શરીર અને પ્રજનન અંગોમાં ઓક્સિજનનું વહન કરે છે. તેથી, સમય જતાં, મહિલાઓમાં હિમોગ્લોબિનની ઉણપ લોહીમાં અપૂરતી ઓક્સિજન તરફ દોરી શકે છે, જે પીરિયડ્સ દરમિયાન બ્લડ ફ્લોને અસર કરી શકે છે, જેના કારણે પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે.

હિમોગ્લોબિનની ઉણપના કારણો જાણીએ તો. ગાયનેકોલોજિસ્ટ અનુસાર મહિલાઓના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપના કારણો જોઈએ તો આર્યન ફોલેટ અને અનેક અલગ-અલગ વિટામિન જેવા જરુરી પોષક ત્તવોની ઉણપ અને ખરાબ ડાયટ સામેલ છે.

શીરરમાં હિમોગ્લોબિનની ઉણપ કોઈ બીમારીથી શરીરમાં લોહીની ઉણપ હોવાનું પરિણામ છે. ખાસ કરીને જે મહિલાઓને હેવી પીરિયડ્સ આવે છે. તેનામાં પણ હિમોગ્લોબિનની ઉણપ આવે છે.

પ્રેગ્નન્સી , બ્રેસ્ટફીડિંગ, જલ્દી વજન વધવું વગેરે શરીરમાં બદલાવનું કારણ પણ હિમોગ્લોબિનની ઉણપ હોય શકે છે. સિકલ સેલ રોગ અથવા થેલેસેમિયા જેવા રોગોથી પીડાતા લોકોમાં હિમોગ્લોબિન ઓછું હોવું પણ સામાન્ય છે.મહિલાઓના શરીરમાં આયર્નની ઉણપ પણ હિમોગ્લોબિન ઓછું થવાનું એક મુખ્ય કારણ છે.કીમોથેરેપી કે લોહી પાતળું કરનારી દવાઓના સેવનના કારણે પણ હિમોગ્લોબિનની માત્રા ઓછી થઈ શકે છે.

હિમોગ્લોબિનની ઉણપ કેવી રીતે દૂર કરવી?શરીરમાં હિમોગ્લોબિન ઓછું થવાનું સૌથી મોટું કારણ આયર્નની ઉણપ છે, તેથી તમારી ડાયટમાં આયર્નનું પ્રમાણ વધારવું. આ માટે, તમારા આહારમાં ટોફુ, ખજૂર, બ્રોકોલી, લીલા કઠોળ, સૂકા ફળો અને બદામ વગેરેનો સમાવેશ કરો.વિટામિન સી આયર્નના શોષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી તમારા આહારમાં વિટામિન સીથી ભરપૂર નારંગી, લીંબુ, કીવી, પપૈયા અને કેપ્સિકમનો સમાવેશ કરો.

ફોલેટ હિમોગ્લોબિનના ઉત્પાદન માટે એક આવશ્યક પોષક તત્વો છે. તેથી, તમે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, મગફળી, ચોખા, રાજમા, એવોકાડો, કેળા અને બ્રોકોલીનો સમાવેશ કરી શકો છો, જે ફોલેટના ઉત્તમ સ્ત્રોત છે.જો તમારા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ખૂબ ઓછું હોય, તો ડૉક્ટરની સલાહ પર, તમે હિમોગ્લોબિન વધારવા માટે આયર્ન સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો

હિમોગ્લોબિનની ઉણપના કારણે મહિલાઓના પીરિયડ્સ પ્રભાવિત થઈ શકે છે. આ કારણે અનિયમિત પીરિયડ્સ કે પીરિયડ્સ ન આવવાની સમસ્યા હોય શકે છે. તમને જણાવી દઈએ કે, હેવી પીરિયડ્સના કારણે મહિલાઓના શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે. પરંતુ તમારા શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવા માટે સારી ડાયટ લઈ શકો છો. કે પછી આયરન સ્પલિમેન્ટનું સેવન કરી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)