Women’s health : શું સેક્સ્યુઅલી એક્ટિવ થયા પછી તમારી પીરિયડ્સ સાઈકલમાં ફેરફાર થાય છે? જાણો ડોક્ટર શું કહે છે
સેક્સ્યુઅલી એક્ટિવ થયા પછી, તમને કેટલાક શારીરિક અને માનસિક ફેરફારોનો અનુભવ થઈ શકે છે. પરંતુ શું આ તમારી પીરિયડ સાઈકલને પણ અસર કરે છે? જો તમને આ પ્રશ્ન હોય, તો ચાલો જવાબ માટે ગાયનેકોલોજિસ્ટને પૂછીએ.

સેક્સ્યુઅલી રિલેશન બનાવ્યા બાદ શરીરમાં શું થાય છે. લાંબા સમય સુધી સેક્સ્યુઅલ રિલેશન ન બનાવવાથી શરીરમાં શુ અસર થાય છે. ઈન્ટિમેસી પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આવા ઘણા પ્રશ્નો છે જે ઘણીવાર મહિલાઓના મનમાં આવે છે, પરંતુ તેઓ તેના સચોટ જવાબો મેળવી શકતી નથી.

આવો જ એક સવાલ એ પણ છે કે, શું સેક્સ્યુઅલી એક્ટિવ થયા બાદ પીરિયડ્સ સાઈકલમાં કોઈ બદલાવ આવે છે?શું આનાથી પીરિયડ્સ સાઈકલની લેંથ કે ટાઈમ પર કોઈ અસર થાય છે? જો તમને પણ આ સવાલો છે. તો આજે અમે તમને આ વિશે વિસ્તારથી જણાવીશું.

ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, સેક્સ્યુઅલી એક્ટિવ થયા બાદ પીરિયડ્સ સાઈકલમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ સેક્સ્યુઅલી એક્ટિવ થવાની અસર તમારા હોર્મોન્સ, મેન્ટલ હેલ્થ અને ઉંઘ પર પણ પડી શકે છે. આના કારણે અમુક અસર તમારી પીરિયડ્સ સાઈકલ પર પડી શકે છે.

સેકસ્યુઅલી એ ઉત્તેજના દરમિયાન, હેપી હોર્મોન્સ એન્ડોર્ફિન અને ઓક્સીટોસિન મુક્ત થાય છે. આ શરીરમાં કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે અને પીરિયડ્સ સમયસર આવી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે, પીરિયડ્સ સાઈકલ પર હોર્મોન્સ અને આપણી લાઈફસ્ટાઈલની સીધી અસર થાય છે. એક્ટિવ થયા બાદ સામાન્ય રીતે સ્ટ્રેેસ લેવલ ઓછું થઈ જાય છે અને આ કારણે પીરિયડ્સ પર થોડી અસર થઈ શકે છે.નવા સંબંધોની શરુઆતમાં ઈમોશન્સ કેટલીક અન્ય વસ્તુઓ પણ બદલે છે. જેના કારણે પીરિયડ્સ જલ્દી આવી શકે છે.

પરંતુ આ મુખ્ય રુપથી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનથી કંટ્રોલ હોય છે. ત્યારે માત્ર સેક્સ્યુઅલી એક્ટિવ હોવાના કારણે પીરિયડ્સમાં કોઈ વધારે ફેરફાર થતો નથી. આવું માનવું યોગ્ય નથી.

સેકસ્યુઅલી એક્ટિવ થયા પછી, બર્થ કંટ્રોલની ગોળીઓ અથવા IUDનો ઉપયોગ તમારા પીરિયડ્સનો સમય અને ફ્લોને અસર કરી શકે છે.

જો તમારા પીરિયડ્સમાં થોડા દિવસો વિલંબ થાય છે અથવા તમારો ફ્લો હળવો અથવા ભારે થાય છે, તો આ સામાન્ય હોઈ શકે છે. જોકે, જો તમને સતત 2-3 મહિના સુધી પીરિયડ્સ ન આવે, તો ધ્યાન આપો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
