Women’s health : શું પીરિયડ્સ દરમિયાન ખાટું ખાવાથી વધુ બ્લીડિંગ થાય છે? જાણો ડોક્ટરો શું કહે છે
સદીઓથી કેટલીક મહિલાઓ એવું માનતી હોય છે કે, જો પીરિયડ્સ દરમિયાન ખાંટુ ખાશે. તો બ્લીડિંગ વધારે થશે. તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી ડોક્ટર પાસેથી જાણીશું. તેમનું શું કહેવું છે.

પીરિયડ્સમાં આપણા મહિલાઓના જીવનમાં એક ભાગ છે. એક સમય એવો હતો જ્યારે મહિલાઓ પીરિયડ્સ વિશે વાત કરતા પણ શરમાતી હતી પરંતુ આજની મહિલાઓ આ વિષય પર ખુલીને વાત કરે છે. મહિલાઓ પીરિયડ્સ સાથે જોડાયેલ તમામ સવાલના જવાબ પણ જાણવા માંગે છે.

પરંતુ આજના સમયમાં પણ કેટલાક મિથ્થ એવા છે જેના પર મહિલાઓ આંખ બંધ કરીને વિશ્વાસ કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે, પીરિયડ્સ દરમિયાન જો ખાટું ખાધું તો મહિલાઓને બ્લીડિંગ વધારે થાય છે અને દુખાવો અને ક્રૈપ્સ પણ વધારે થાય છે.આ માટે મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ખાટું ખાતી નથી.

ડોક્ટરના જણાવ્યા મુજબ એવી કોઈ વસ્તુ નથી. જે મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન ખાવા જોઈએ નહી.આ એવા દિવસો છે જ્યારે તમારે સ્વસ્થ ખોરાક ખાવો જોઈએ, પછી ભલે તે ખાટા હોય કે ન હોય.

આનું કારણ એ છે કે ,પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગને કારણે મહિલાઓને શારીરિક નબળાઈ આવી શકે છે. તેથી, પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ વધુ ખાવું જોઈએ. ડૉક્ટર કહે છે કે જો મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ખાટી વસ્તુઓ ખાય છે, તો બ્લીડિંગ વધી શકે છે, આ દાવામાં કોઈ સત્ય નથી.

જો પીરિયડ્સ દરમિયાન ખાટા ખોરાકનું સેવન કરવામાં આવે તો તે ઊંઘ સારી આવે છે. ડૉ. આસ્થા કહે છે કે, પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ કોઈપણ ખચકાટ વગર મર્યાદિત માત્રામાં ખાટી વસ્તુઓનું સેવન કરી શકે છે.

આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. આસ્થા દયાલ કહે છે કે, પીરિયડ્સ દરમિયાન મહિલાઓના શરીરમાં લોહી ઓછું થઈ જાય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ આયર્ન, પ્રોટીન અને વિટામિન સીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ.

આ માટે મહિલાઓ બીટ, નારંગી, જામફળ, ગાજર, ચીઝ, દૂધ અને લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ ખાવાથી પીરિયડ્સ દરમિયાન નબળાઈથી પણ રાહત મળે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
