Gujarati News » Photo gallery » Gujarat Elections Results BJP Activists flocked to BJP record breaking victory celebrating with colors and fireworks
ભાજપની રેકોર્ડબ્રેક જીત થતા ઝૂમી ઉઠયા કાર્યકર્તાઓ, રંગો અને આતશબાજી સાથે કરી ઉજવણી
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Updated on: Dec 08, 2022 | 6:33 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના તમામ બેઠકોના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં 56 ઈંચની છાતી ધરાવતા વડાપ્રધાનની પાર્ટી ભાજપે 156 બેઠક પર જીત મેળવી છે. આ સાથે ભાજપ સતત 7મી વાર ગુજરાતમાં સરકાર બનાવશે.
56 ઈંચની છાતી ધરાવતા વડાપ્રધાન મોદીની પાર્ટી ભાજપે 156 બેઠક પર જીત મેળવી છે. આ સાથે ભાજપ સતત 7મી વાર ગુજરાતમાં સરકાર બનાવશે. રેકોર્ડબ્રેક જીત મળતા સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં હાલમાં ઉજવણીનો માહોલ છે.
1 / 7
આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 156 બેઠક સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે.
2 / 7
આ જીત સાથે ભાજપ એ સતત સાતમી વાર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપ વર્ષ 1995થી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી રહી છે.
3 / 7
સતત સાતમીવાર ગુજરાતમાં જીત મેળવીને ભાજપ દ્વારા પશ્વિમ બંગાળના વામપંથી દળોનો સાત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
4 / 7
ભાજપના તમામ કાર્યકર્તાઓ અલગ અલગ જિલ્લામાં તેમની જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.
5 / 7
વડાપ્રધાન મોદીએ ગુજરાતની જનતાના આ વિશ્વાસ બદલ તેમનો આભાર માન્યો છે. અને દરેક ભાજપના કાર્યકર્તાઓને ચેમ્પિયન ગણાવ્યા છે.
6 / 7
ઐતિહાસિક જીત પપ ખુશી વ્યકત કરતા ભૂપેન્દ્ર પટેલે કહ્યુ છે કે, ગુજરાતના લોકોએ ફરી એકવાર વડાપ્રધાન મોદી અને ભાજપના નેતૃત્વ પર વિશ્વાસ મુક્યો છે. જો ગુજરાતની જનતા એ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે, તો અમે પણ તેમની આશા પૂરી કરીશું.