Gujarati News » Photo gallery » Gujarat Election 2022 Long queues at polling stations for voting in Amraiwadi area in Ahmedabad
Gujarat Election 2022: અમદાવાદમાં મતદાન માટે લાગી લાંબી લાઈનો, ચૂંટણી પંચની વધુ ટીમો કામે લાગી
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Updated on: Dec 05, 2022 | 5:33 PM
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાના મતદાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અમદાવાદીઓ ઉત્સાહ સાથે લોકશાહીના પર્વમાં ભાગ લેવા ઘરેથી નીકળ્યા હતા.
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે રાજ્યના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયુ હતુ. અનેક મતદાન મથકો પર મતદાતાઓની ઓછી હાજરી જોવા મળી પણ ઘણા મતદાન મથકો એવા પણ હતા, જ્યા મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી હતી.
1 / 5
અમદાવાદની 21 બેઠક માટે આજે અનેક મતદાન મથકો પર મતદાન થયા હતા. જ્યાં અમરાઈવાડી વિધાનસભામાં મતદાતાઓમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
2 / 5
અમરાઈવાડીના વિધાનસભા ક્ષેત્રમાં શાંતિનિકેતન શાળામાં મતદાતાઓની લાંબી લાઈન જોવા મળતા. મતદાન મથકના ERO અપઁણ કોરડિયા એ વધુ એક ટીમને તાકીદે મતદાન મથકમાં તહેનાત કરી ને મતદાનની પ્રક્રિયાને ઝડપી બનાવી હતી.
3 / 5
મતદાતાઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે યોગ્ય સમયે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે બપોરે 3 વાગ્યા સુધી આ ક્ષેત્રમાં 40 ટકા મતદાન થયુ હતુ.
4 / 5
બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી અમદાવાદમાં 44.44 ટકા જ્યારે ગુજરાતમાં 50.51 ટકા મતદાન થયુ હતુ.