ખુશ ખબર : IRCTC શરૂ કરવા જઇ રહી છે Ramayan Yatra Special Train, જાણો સમગ્ર માહિતી

IRCTC એ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 'દેખો અપના દેશ'ની (Dekho Apna Desh) પહેલ હેઠળ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

1/6
ભગવાન રામના ભક્તો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે  (Indian Railways)રામાયણ યાત્રા (Ramayan Yatra Special Train) સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. આ ટ્રેનથી ભગવાન રામના ભક્તો અયોધ્યાથી રામેશ્વરમ સુધી દર્શન કરી શકશે.

2/6
IRCTC એ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 'દેખો અપના દેશ'ની (Dekho Apna Desh) પહેલ હેઠળ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
IRCTC એ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 'દેખો અપના દેશ'ની (Dekho Apna Desh) પહેલ હેઠળ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.
3/6
આ ખાસ પ્રવાસી ટ્રેન 7 નવેમ્બરના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે અને પ્રવાસીઓને ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા તમામ મહત્વના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે લઈ જશે.

4/6
સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ કરીને, આ ટ્રેનનો પ્રથમ સ્ટોપ ભગવાન શ્રી રામનું જન્મ સ્થળ અયોધ્યા હશે, જ્યાં શ્રી રામ જન્મભૂમિ મંદિર, શ્રી હનુમાન મંદિર અને નંદીગ્રામમાં ભારત મંદિરની મુલાકાત લેવામાં આવશે.

5/6
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ એરકન્ડિશન્ડ પેસેન્જર ટ્રેનમાં બે રેલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, આધુનિક કિચન કાર અને મુસાફરો માટે ફૂટ મસાજર મશીન, મિની લાઇબ્રેરી, આધુનિક અને સ્વચ્છ શૌચાલય અને શાવર ક્યુબિકલ્સ હશે. પેસેન્જર કોચ આ સાથે સુરક્ષા માટે દરેક કોચમાં સિક્યુરિટી ગાર્ડ, ઇલેક્ટ્રોનિક લોકર્સ અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે.

6/6
એસી ફર્સ્ટ ક્લાસ ટ્રાવેલ માટે 1 લાખ 2 હજાર 95 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે 2 ટાયર એસી કોચ માટે 82 હજાર 950 રૂપિયા ચૂકવવા પડશે. આ ટ્રીપ બુક કરવા માટે ઉંમર 18 કે તેથી વધુ હોવી જોઈએ. સાથે જ તમે કોરોના રસીના બંને ડોઝ લઇ લીધેલા હોવા જોઇએ. તમે IRCTC ની સત્તાવાર વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને આ ટ્રેનની ટિકિટ બુક કરી શકો છો.

Click on your DTH Provider to Add TV9 Gujarati