
શ્રી સિમેન્ટે બીજા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું, જેમાં નફો 303.6 ટકા વધીને ₹308.5 કરોડ થયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹76.44 કરોડ હતો. બીજું કે, આવક ₹4,054.2 કરોડથી 17.4 ટકા વધીને ₹4,761 કરોડ થઈ, જ્યારે EBITDA (Earnings Before Interest, Taxes, Depreciation, and Amortization) 58.8 ટકા વધીને ₹974 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹613.5 કરોડ હતી.

ખાસ વાત એ છે કે, લોકપ્રિય બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સના મુજબ 'શ્રી સિમેન્ટ'ના શેર ₹31,250 ની આસપાસ પહોંચી શકે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, સિમેન્ટ બનાવતી આ કંપનીના સ્ટોકમાં દેશના સૌથી મોટા ઘરેલું રોકાણકાર LICની હિસ્સેદારી છે. ટ્રેન્ડલાઇન અનુસાર, સપ્ટેમ્બર 2025 સુધી LIC પાસે કંપનીના 1,129,369 શેર છે, એટલે કે તે કંપનીમાં 3.13 ટકાની હિસ્સેદારી ધરાવે છે.