Stock Market : 1 શેર ઉપર 80 રૂપિયાનું ડિવિડન્ડ ! રોકાણકારો આ તક ભૂલથી પણ ના ચુકતા, સ્ટોકની ટાર્ગેટ પ્રાઇઝ ₹31,250
સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ઘણી કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો (Quarterly Results) જાહેર કરી રહી છે. આ પરિણામોની સાથે ઘણી કંપનીઓએ રોકાણકારો માટે ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.

સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ઘણી કંપનીઓએ ત્રિમાસિક પરિણામોમાં રોકાણકારો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એવામાં સિમેન્ટ બનાવનારી કંપનીએ પણ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે અને સાથે સાથે રોકાણકારો માટે 800% ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડની સાથે કંપનીએ રેકોર્ડ તારીખ અને ડિવિડન્ડ પેમેન્ટ વિશે પણ માહિતી આપી છે.

સિમેન્ટ બનાવનારી આ કંપનીએ તેના રોકાણકારો માટે પ્રતિ શેર ₹80 નું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે લગભગ 800% જેટલું છે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે ₹10 ના ઇક્વિટી શેર દીઠ ₹80 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

આ ડિવિડન્ડ કંપનીના શેર ધરાવતા શેરધારકોને સોમવાર, 3 નવેમ્બર, 2025 ના રોજ ચૂકવવામાં આવશે, જે રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરવામાં આવેલ છે. ડિવિડન્ડ 'શુક્રવાર, 14 નવેમ્બર, 2025' ના રોજ ચૂકવવામાં આવશે.

શ્રી સિમેન્ટે બીજા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું, જેમાં નફો 303.6 ટકા વધીને ₹308.5 કરોડ થયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹76.44 કરોડ હતો. બીજું કે, આવક ₹4,054.2 કરોડથી 17.4 ટકા વધીને ₹4,761 કરોડ થઈ, જ્યારે EBITDA (Earnings Before Interest, Taxes, Depreciation, and Amortization) 58.8 ટકા વધીને ₹974 કરોડ થઈ, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹613.5 કરોડ હતી.

ખાસ વાત એ છે કે, લોકપ્રિય બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સના મુજબ 'શ્રી સિમેન્ટ'ના શેર ₹31,250 ની આસપાસ પહોંચી શકે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, સિમેન્ટ બનાવતી આ કંપનીના સ્ટોકમાં દેશના સૌથી મોટા ઘરેલું રોકાણકાર LICની હિસ્સેદારી છે. ટ્રેન્ડલાઇન અનુસાર, સપ્ટેમ્બર 2025 સુધી LIC પાસે કંપનીના 1,129,369 શેર છે, એટલે કે તે કંપનીમાં 3.13 ટકાની હિસ્સેદારી ધરાવે છે.
આ પણ વાંચો: ગોલ્ડ બોન્ડ સ્કીમથી થશે ધનવર્ષા ! RBIની નવી જાહેરાતથી રોકાણકારોમાં ખુશીનો માહોલ, શું આની અસર સોનાના ભાવ પર પડશે ?
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરમાર્કેટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
