AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: સોનું મોંઘુ થયું… ભાવમાં થયો આટલો વધારો, જાણો 10 ગ્રામે કેટલા પૈસા ખર્ચવા પડશે

સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળતા રોકાણકારો ચિંતામાં આવી ગયા હતા. જો કે, આજના દિવસે એટલે કે 08 જુલાઈના રોજ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

| Updated on: Jul 08, 2025 | 9:05 PM
Share
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયાથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાદવાની યોજના જાહેર કરી છે, જે 1 ઓગસ્ટથી અમલમાં આવશે. શિગ્રેકરે કહ્યું કે, જૂનથી ડોલર નબળો પડ્યો છે, જેના કારણે ગ્રાહકો હવે સોનાની તરફ પાછા વળ્યા છે. તાજેતરના દિવસોમાં સોનાના ભાવ સતત ઘટી રહ્યા હતા. એવામાં મંગળવાર, 8 જુલાઈના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

1 / 8
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સ્ટોકિસ્ટો દ્વારા નવી ખરીદીને કારણે દિલ્હીમાં સોનાનો ભાવ 550 રૂપિયા વધીને 99,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. સોમવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 98,570 રૂપિયા પર બંધ થયો હતો.

2 / 8
99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 500 રૂપિયા વધીને 98,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ ઉપરાંત, મંગળવારે ચાંદીના ભાવ સતત ત્રીજા સત્રમાં 1,04,800 રૂપિયા પ્રતિ કિલો પર યથાવત રહ્યા હતા.

3 / 8
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 11.42 ડોલર અથવા 0.34 ટકા ઘટીને 3,325.09 ડોલર પ્રતિ ઔંસ થયું. ટ્રેડ વોર ફરી શરૂ થવાની આશંકા વધતા સોનાના ભાવમાં પણ વધારો થયો છે.

4 / 8
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયાથી આયાત થતી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લગાવવાની યોજના જાહેર કરતા જ બજારનું મિજાજ બદલાઈ ગયું. આ ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ અનિશ્ચિતતા સુરક્ષિત-હેવન એસેટ્સ સોના માટે અનુકૂળ છે.

5 / 8
એબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે, રોકાણકારો યુએસ વેપાર વાટાઘાટો, મીટિંગ મિનિટ્સમાં ફેડની ટિપ્પણીઓ અને તાજા ફુગાવાના ડેટા પર નજીકથી નજર રાખશે. આ બધા સોનાના આગામી પગલાને નક્કી કરી શકે છે.

6 / 8
એન્જલ વનના સિનિયર ટેકનિકલ વિશ્લેષક (કોમોડિટીઝ અને ચલણ) તેજસ શિગ્રેકરના મતે, સોનું એક મૂળભૂત હેજ એસેટ બનેલું છે. બજારના ખેલાડીઓ જુલાઈ 2025 સુધી નબળા યુએસ આર્થિક ડેટા, વધતા જિયો-પોલિટિકલ તણાવ અને વિકસિત અર્થતંત્રોમાં ચાલી રહેલા ફુગાવા વચ્ચે ગોઠવણ કરી રહ્યા છે.

7 / 8
શિગ્રેકરે જણાવ્યું હતું કે, જૂનથી ડોલર નબળો પડ્યો છે, જેના કારણે ગ્રાહકો સોનાની તરફ આકર્ષાયા છે. ચીન અને ભારત જેવા વિકાસશીલ દેશોમાંથી કેન્દ્રિય બેંકો દ્વારા થતી ખરીદીના કારણે લાંબા ગાળાની માંગ પણ ટકી રહી છે. તેમણે એ પણ ઉમેર્યું કે, એક અસ્થાયી બ્રેક પછી  ETFs (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ)માં ફરી ફ્લો જોવા મળી રહ્યો છે અને બજારમાં પણ ફિઝિકલ માંગ યથાવત છે.

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us
g clip-path="url(#clip0_868_265)">