
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના ડેટા અનુસાર, 99.9% શુદ્ધ સોનું ₹2,850 વધીને ₹1,30,800 પ્રતિ 10 ગ્રામ થયું, જે તેના અગાઉના બંધ ભાવ ₹1,27,950 કરતા નોંધપાત્ર રીતે વધારે છે. તેવી જ રીતે, 99.5% શુદ્ધ સોનું પણ ₹2,850 વધીને ₹1,30,200 પ્રતિ 10 ગ્રામ થયું, જે તેના અગાઉના બંધ ભાવ ₹1,27,350 કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો થોડાક દિવસમાં આવશે, સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. મંગળવાર, 14 ઓક્ટોબરના રોજ, દિલ્હીમાં સોનાએ પ્રતિ 10 ગ્રામ ₹1.3 લાખનો આંકડો પાર કર્યો, જે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સોનામાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે.

ખાસ પરિસ્થિતિઓમાં, ભારતીય મૂળના લોકો 10 કિલોગ્રામ સુધીનું સોનું લાવી શકે છે પરંતુ આને લગતા નિયમો વધુ કડક છે. 6 મહિનાથી વધુ સમય સુધી વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો ભારતમાં 10 કિલોગ્રામ સુધીનું સોનું લાવી શકે છે.

ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ વાત એ છે કે, 10 કિલોગ્રામ સોનું લાવવા માટે પરવાનગી તો છે પરંતુ એના પર કસ્ટમ ડ્યુટી ચૂકવવી જરૂરી છે. આ સાથે જ સોના પર ટેક્સ વિદેશી ચલણમાં ચૂકવવો આવશ્યક છે, એટલે કે તે પૈસા ભારતની બહાર કમાયેલા અથવા મોકલેલા હોવા જોઈએ.