
દિલ્હીમાં 24 કેરેટ સોનું લગભગ 400 રૂપિયા ઘટીને 84,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 22 કેરેટ સોનું 77,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું. મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 84,040 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 77,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. અહીં જાણો 4 ફેબ્રુઆરી 2025ના રોજ દેશના 4 મોટા શહેરોમાં સોનાની કિંમત.

શનિવારે 3 ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત ઘટીને 99,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ ચાંદીની કિંમત 99,400 રૂપિયા હતી. ચાંદી રૂ. 1,00,000ના રેકોર્ડ સ્તરેથી હજુ પાછી આવી નથી.