Gold Price Today : બજેટ બાદ સોનાના ભાવ સહેજ ઘટ્યા ! જાણો આજનો સોના-ચાંદીનો ભાવ
સોમવાર 3 ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજેટ બાદ ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીની કિંમત ઘટીને 99,400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

બજેટ બાદ સોનું આજે 3જી ફેબ્રુઆરી સોમવાર સસ્તું થયું છે. બસંત પંચમીના દિવસે સોનું તેની ટોચ પરથી થોડું નીચે આવ્યું છે. શનિવારે બજેટના દિવસે 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 84,500 રૂપિયાની ઉપર હતી. આજે 24 અને 22 કેરેટ સોનાની કિંમતમાં 150 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાની કિંમત 84,400 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. સરકારે બજેટમાં સોના પરની આયાત ડ્યૂટીમાં વધારો કર્યો નથી. તેનાથી રોકાણકારોને રાહત મળશે.

વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને યુએસની નીતિઓમાં ફેરફારને કારણે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરીકે સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેના કારણે તેની કિંમતો ઉપરના સ્તરે રહે છે. નિષ્ણાતો માને છે કે જો વ્યાજદરમાં ઘટાડો થાય અને આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા ચાલુ રહે તો સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. આ સિવાય ભારતમાં લગ્ન અને તહેવારોની સિઝનમાં સોનાની માંગ સ્વાભાવિક રીતે વધે છે, જેના કારણે આગામી મહિનાઓમાં તેની કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનું લગભગ 150 રૂપિયા ઘટીને 84,6300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું, જ્યારે 22 કેરેટ સોનું 77,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું. મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 84,480 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 77,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ સાથે અમદાવાદમાં આજે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 84,100 રુપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 77,100 રુપિયા ટ્રેડ થઈ રહ્યો છે.

3 ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજેટ બાદ ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીની કિંમત ઘટીને 99,400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ ચાંદીની કિંમત 99,600 રૂપિયા હતી. ચાંદી રૂ. 1,00,000ના રેકોર્ડ સ્તરથી થોડી જ ઓછી છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































