ભૂલથી પણ ન સાંભળતા આ સોન્ગ, હમણા સુધી 100 લોકો કરી ચૂક્યા છે આત્મહત્યા !
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Updated on: Nov 29, 2022 | 11:52 PM
દુનિયામાં અનેક પ્રકારની સંગીતની ધુન અને સોન્ગ સાંભળવા મળે છે. કેટલાક સોન્ગ માણસનો મૂડ સારો કરી દે છે, જ્યારે કેટલાક સોન્ગ માણસને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે.
ઘણા બધા અભ્યાસો પરથી સાબિત થયુ છે કે સંગીત સાંભળવાથી તણાવ દૂર થાય છે. પણ દુનિયામાં કેટલાક એવા સોન્ગ પણ છે જેને કારણે લોકો પોતાનો જીવ ગુમાવે છે.
1 / 6
હાઉ સ્ટફ નામની વેબસાઈટના જણાવ્યા અનુસાર, આ સોન્ગનું નામ Gloomy Sunday song છે. તેને સાંભળીને 100 જેટલા લોકો એ આત્મહત્યા કરી લીધી હતી. તેને દુનિયાનું સૌથી ખરાબ સોન્ગ માનવામાં આવે છે.
2 / 6
રિપોર્ટસ અનુસાર, આ સોન્ગને વર્ષ 1933માં લખવામાં આવ્યુ હતુ, તેને રેજ્સો સેરેસ અને લેજલો જાવોર દ્વારા લખવામાં આવ્યુ હતુ. આ સોન્ગ 'હંગેરિયન સુસાઈટ સોન્ગ' અને 'સેડ સંડે' તરીકે પણ ઓળખવામાં આવે છે.
3 / 6
વર્ષ 1935માં આ સોન્ગને રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. આ સોન્ગને સાંભળીને એક મોચીએ એજ વર્ષે આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાની સુસાઈટ નોટમાં આ સોન્ગની કેટલીક લાઈનનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ઘણા લોકો તેને સાંભળીને આત્મહત્યા કરતા, આ સોન્ગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
4 / 6
વર્ષ 1968માં આ સોન્ગ લખનાર રેજ્સો સેરેસ એ પણ આત્મહત્યા કરી હતી. લોકોનો દાવો છે કે સોન્ગ સાંભળ્યા પછી તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.
5 / 6
માનવામાં આવે છે કે જે સમયે આ સોન્ગ રિલીઝ થયુ, ત્યારે હંગરી દેશમાં લોકો ખુબ ડિપ્રેશનમાં હતા, લોકો પાસે ખાવાના પણ પૈસા ન હતા. મોટાભાગની જનતા તે સમયે દુખી રહેતી હતી. આ સોન્ગ તેમના જીવન સાથે સંબંધિત હતુ.કદાચ એટલે જ લોકો આત્મહત્યા કરતા હતા.