હાલ ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો ઠંડકમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ગરમી વચ્ચે પણડાંગ(Dang) સ્થિત ગિરિમથક સાપુતારા(Saputara)માં ગરમીમાં રાહત સાથે આહલાદક વાતાવરણનો અનુભવ મળતા ગુજરાતના આ પ્રવાસન સ્થળે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ચાલુ વર્ષે વર્ષે ગિરિમથકનો માહોલ ખુશનુમા જણાઈ રહ્યો છે. ફરી પ્રવાસીઓની અવરજવર વધી છે. સાપુતારા ધુમ્મ્સની ચાદર તળે ઢંકાઈ ગયું છે.
1 / 7
આજે વહેલી સવારે ગિરિમથકમાં વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. ચોમાસાને દસ્તક દેતું વાતાવરણ પ્રવાસીઓનું ધ્યાન ખેંચી રહ્યું હતું.
2 / 7
ગિરિમથકના ડુંગરો ધુમ્મ્સના અર્ધપારદર્શક આવરણ વચ્ચે જાણે સંતાકૂકડીની રમત રમતા હોય તેવા નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓ આ વાતાવરણનો આનંદ માણવા વહેલી સવારે વ્યુ પોઇન્ટ તરફ ધસી ગયા હતા.
3 / 7
સાપુતારા સહિત ડાંગના વિવિધ પ્રાકૃતિક સ્થળોએ લોકો પરિવાર અને મિત્રો સાથે રજાની મજા માણવા આવી રહ્યા છે.વાતાવરણમાં ઠંડકના અનુભવ સાથે આકર્ષણનું કેન્દ્ર બનેલા દ્રશ્યોએ પ્રવાસનો આનંદ બેવડાવી દીધો હતો.
4 / 7
ગુજરાતમાં સરેરાશ ૪૦ ડિગ્રી કરતા વધુ તાપમાન રહે છે. ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. સાપુતારામાં 22 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે
5 / 7
વિઝિબ્લિટીમાં ઘટાડાએ ચિતા પણ સર્જી હતી. નજીકના અંતરે પણ જોવું મુશ્કેલ બનતા પ્રવાસીઓએ અવર - જવર માટે વાહનો કરતા પગપાળા ફરવાનું વધુ પસંદ કર્યું હતું .
6 / 7
વહેલી સવારે સર્જાયેલ ગાઢ ધુમ્મ્સ સૂર્યનારાયણની વધી હાજરી સાથે ઓરસવા લાગ્યું હતું.જોકે પ્રવાસીઓએ ડુંગરોનો આ નજારો હમેશા યાદ રહેવાની વાત કરી હતી.