
ઓપરેશન સિંદૂરના દેશભક્તિ આધારિત સુશોભન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશીના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ 2 થીમ આધારિત પંડાલની પ્રતિયોગિતા યોજાશે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે.ચાર મહાનગરો સિવાયના 29 જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર અપાશે.

તમામ શહેરો અને જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલો પૈકી જેમનો પહેલો નંબર આવશે. તેને 5 લાખ રુપિયાનું નામ આપવામાં આવશે. બીજા સ્થાને રહેનાર પંડાલને 3 લાખ રુપિયાનું આપવામાં આવશે. તેમજ ત્રીજા સ્થાને રહેનાર પંડાલને 1.50 લાખ રુપિયાનો પુરસ્કાર આપવામાં આવશે.

ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીમાંથી મેળવવાનું રહેશે.તેમજ આ ફોર્મ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

દેશમાં પ્રથમવાર આ પ્રકારની પહેલ સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને 'ઓપરેશન સિંદૂર' જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યનું મનોબળ વધુ મજબૂત થશે.