AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2025 : આ 2 થીમ પર શ્રેષ્ઠ ગણેશ પંડાલ બનાવી જીતો લાખો રુપિયાનું ઈનામ, જાણો વિસ્તારથી

રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025'ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ બનાવનારને લાખોનું ઈનામ આપવામાં આવશે.

| Updated on: Aug 22, 2025 | 11:41 AM
Share
હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું વિશેષ મહત્વ છે. ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધુમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 2025માં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે.  આ દરમિયાન, ભક્તો ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે અને તેમની વિધિવત પૂજા કરે છે, તેમજ શહેરોમાં પંડાલો પણ બનાવવામાં આવે છે.

1 / 8
રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા, બીજા અને ત્રીજા નંબર પર રહેનારને લાખોનું ઈનામ આપવામાં આવશે.

2 / 8
 ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવે છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે

3 / 8
ઓપરેશન સિંદૂરના દેશભક્તિ આધારિત સુશોભન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશીના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ 2 થીમ આધારિત પંડાલની પ્રતિયોગિતા યોજાશે.

4 / 8
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે.ચાર મહાનગરો સિવાયના 29 જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર અપાશે.

5 / 8
 તમામ શહેરો અને જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલો પૈકી જેમનો પહેલો નંબર આવશે. તેને 5 લાખ રુપિયાનું નામ આપવામાં આવશે. બીજા સ્થાને રહેનાર પંડાલને 3 લાખ રુપિયાનું આપવામાં આવશે. તેમજ ત્રીજા સ્થાને રહેનાર પંડાલને 1.50 લાખ રુપિયાનો પુરસ્કાર આપવામાં આવશે.

6 / 8
ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીમાંથી મેળવવાનું રહેશે.તેમજ આ ફોર્મ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

7 / 8
દેશમાં પ્રથમવાર આ પ્રકારની પહેલ સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને 'ઓપરેશન સિંદૂર' જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યનું મનોબળ વધુ મજબૂત થશે.

8 / 8

સમગ્ર દેશમાં દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવ શરૂ થાય અને 10 દિવસ સુધી લોકો હોશે હોશે ઉજવણી કરે અને દશમાં દિવસે બાપ્પાની મૂર્તિનુ વિસર્જન કરીને વિદાય આપે છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">