Gujarati News » Photo gallery » For the first time in history Navy Day was celebrated outside Delhi with a display of power by a warship helicopter
ઈતિહાસમાં પહેલીવાર દિલ્હી બહાર ઉજવાયો Navy Day, યુદ્ધ જહાજ-હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યુ શક્તિપ્રદર્શન
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Updated on: Dec 04, 2022 | 11:50 PM
ઈતિહાસમાં પહેલીવાર નેવી ડેનું આયોજન દેશની રાજધાની બહાર કરવામાં આવ્યુ હતુ. આજે વિશાખાપટ્ટનમના દરિયાકિનારે નેવીએ શક્તિનું પ્રદર્શન કર્યુ હતુ.
વિશાખાપટ્ટનમમાં આજે નેવી ડેના અવસર પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ પણ હાજર રહ્યા હતા.
1 / 10
ભારતીય નેવીએ રવિવારે વિશાખાપટ્ટનમમાં નેવી ડેના અવસર પર અદભૂત લડાયક પરાક્રમનું પ્રદર્શન કર્યું.
2 / 10
ઈતિહાસમાં પહેલીવાર નેવી ડેનું આયોજન દેશની રાજધાની બહાર કરવામાં આવ્યુ હતુ.
3 / 10
આજે વિશાખાપટ્ટનમના દરિયાકિનારે નેવીએ શક્તિનું પ્રદર્શન કર્યુ હતુ. પહેલીવાર દેશની રાજધાની બહાર આ કાર્યક્રમનું આયોજન થયુ.
4 / 10
આ પહેલા દર વર્ષે નેવી ડેના ખાસ કાર્યક્રમ દેશની રાજધાની દિલ્હીમાં જ થતા હતા.
5 / 10
રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર દ્રૌપદી મુર્મુ અહીંના રામકૃષ્ણ બીચ પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા.
6 / 10
કાર્યક્રમના ભાગ રૂપે, નૌકાદળના વિમાન દ્વારા ફ્લાય-પાસ્ટ સાથે યુદ્ધ જહાજોમાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા.
7 / 10
સ્કાયડાઇવર અનુપ સિંહે એરક્રાફ્ટમાંથી કૂદકો માર્યા બાદ રાષ્ટ્રપતિને 'હિસ્ટ્રી ઓફ ધ ઈન્ડિયન નેવી' પુસ્તક અર્પણ કર્યું હતું.
8 / 10
આ કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સાંજના સમયે વિશાખાપટ્ટનમના દરિયાકિનારે સુંદર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
9 / 10
દુનિયાની 7મી સૌથી તાકતવર ભારતીય નેવી આ કાર્યક્રમમાં યુદ્ધ કૌશલ અને ક્ષમતાનું પ્રદર્શન કર્યુ. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન ટ્રાઈડેન્ટમાં નેવીની ઉપલબ્ધિઓને યાદ કરીને દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે.