
આદુનો રસ અને મધ - આદુનો રસ અને મધ એક શક્તિશાળી મિશ્રણ છે જે પેટમાં અપચો અને ઉલટી ઘટાડવામાં મદદ કરે છે. એક ચમચી આદુનો રસ લો અને તેમાં થોડું મધ ઉમેરો અને પીવો. આદુનો રસ પેટમાં રાહત આપે છે અને ગેસ બનતા પણ અટકાવે છે.

હળવો ખોરાક અને પાણી - ફૂડ પોઇઝનિંગ દરમિયાન હળવો ખોરાક ખાવો અને પુષ્કળ પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે હળવી મગ દાળ ખીચડી, સાદી દહીં અથવા ઓટ્સ જેવી વસ્તુઓ ખાઈ શકો છો. લીંબુ પાણી અથવા હળવું મીઠું-ખાંડનું દ્રાવણ પણ મદદરૂપ થઈ શકે છે.

આરામ અને સ્વચ્છતા - ફૂડ પોઇઝનિંગથી ઝઝૂમી રહેલા શરીરને આરામ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયે તળેલું કે મસાલેદાર ખોરાક ન ખાઓ. સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો અને દૂષિત ખોરાક ખાવાનું ટાળો.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)