અમદાવાદના આ પુસ્તક બજારમાં ‘જે માગો તે પુસ્તક એક મિનિટમાં થઈ જશે હાજર’, જાણો આ બજાર વિશે

ફર્નાન્ડિસ બ્રિજ અમદાવાદના હેરિટેજ સિટીનો એક ભાગ હોવાનો ક્રિએટિવ યાત્રાને ગર્વ થાય છે. તમે અહીં શાળાઓ અને કોલેજો માટે જરૂરી દરેક સામગ્રી મેળવી શકો છો. તમે ફક્ત નામ આપો, એ પુસ્તક હાજર કરી દેશે.

Om Prakash Sharma
| Edited By: | Updated on: Feb 16, 2022 | 6:06 PM
અમદાવાદના ગાંધી રોડ પર ફર્નાન્ડિસ બ્રિજ આવેલો છે તેની નીચેથી પસાર થતા રોડ પર પુસ્તકોની સંખ્યાબંધ દુકાન આવેલી છે. આ પુસ્તક બજાર અમદાવાદમાં જ નહીં બહાર પણ એટલું જ જાણીતું છે. વિદ્યાર્થીઓ અને પુસ્તક પ્રેમીઓ માટે આ જગ્યા હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. પુસ્તકની શોધમાં આવનાર તમામ લોકોને પોતાની પસંદગીના નવા અને જૂના પુસ્તકો અહીંથી મળી રહે છે. કોઈ તેને ફર્નાન્ડિસ બ્રિજ તો કોઈ તેને ગાંધી બ્રિજનું ચોપડા બજાર પણ કહે છે. અહીંના પુસ્તક વિક્રેતાઓ પાસે એટલી જબરદસ્ત માર્કેટિંગ કુશળતા છે અને તેઓ તમને ગલીમાં પ્રવેશતાની સાથે જ તેમના સ્ટોલ પરથી પુસ્તકો ખરીદવા માટે મજબુર કરી દેશે.

1 / 5
આજે જ્યાં બજાર આવેલું છે તે વાસ્તવમાં મૈત્રાઈ નદીનો નદી માર્ગ હતો, સમય જતાં નદી સુકાઈ ગઈ હતી. આ નદીના પટમાં રોડ બનેલો છે, તેથી તે જમીન સપાટી કરતાં નીચો છે. આ રોડને ક્રોસ કરતો ગાંધી રોડ ઉંચો હોવાથી તેના પર ફર્નાંન્ડિસ બ્રિજ બનેલો છે. ફર્નાન્ડિસ બ્રિજ બ્રિટિશ સરકાર દ્વારા 1884ની સાલમાં બનાવાયો હતો. અહીંના ધંધા વંશપરંપરાગત છે અને રસ્તાની બાજુના સ્ટોલ અને દુકાનો 100 વર્ષથી વધુ જૂની છે. સંખ્યાબંધ લોકોએ તેમનું જીવનકાળ અહીં પુસ્તક વિક્રેતા તરીકે વિતાવી દીધું છે.

2 / 5
તમે અહીં શાળાઓ અને કોલેજો માટે જરૂરી દરેક સામગ્રી મેળવી શકો છો. તમે ફક્ત નામ આપો, એ પુસ્તક હાજર કરી દેશે. આ ઉપરાંત સ્ટેશનરી, નોટબુક, સ્કૂલ બેગ, લંચ બોક્સ પણ ત્યાં મળી રહે છે. તેમની પાસે માત્ર શૈક્ષણિક પુસ્તકો અને નવલકથાઓ જ નથી, પરંતુ ધાર્મિક પુસ્તકો અને તહેવારોનું સાહિત્ય પણ મળી રહે છે. અહીંના વેપારીઓ હજુ પણ હિસાબ અને સ્ટોક જાળવવાની પરંપરાગત રીતનો ઉપયોગ કરે છે. અવિશ્વસનીય રીતે સિસ્ટમ એટલી સારી રીતે સંચાલિત છે કે તમે પુસ્તકનું નામ બોલતાની સાથે જ પુસ્તકવાળા તેમની પાસેના હજારો પુસ્તકોના ઢગલામાંથી ગણતરીની સેકન્ડમાં તમારી પસંદગીનું પુસ્કત શોધી આપે છે.

3 / 5
પુસ્તક બજાર પુસ્તકોને લગતા વૈકલ્પિક વ્યવસાયને પણ યોગ્ય વાતાવરણ પુરુ પાડી રહ્યું છે, જેમ કે બાઈન્ડિંગ અને પેપર સ્ક્રેપ. એક ભંગાર વિક્રેતા સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો કે અભ્યાસક્રમમાં ફેરફારને કારણે દરરોજ 1000 કિલોથી વધુ પુસ્તકો પસ્તી તરીકે આવે છે.

4 / 5
વાહનો અને લોકોની ભીડમાં પણ તમને એક અલગ જ શાંતિ મળશે, જે આ ડિજિટલ દુનિયામાંથી પર છે. શાળાના જૂના પુસ્તકો ખરીદવાનો આનંદ અનુભવતા હશો, ત્યાં જ આપને આનાથી એકદમ વિપરીત વાતાનુકૂલિત બુક સ્ટોરમાં ક્રિસ્પ શર્ટ સાથેનો એક અત્યાધુનિક બુકકીપર પણ પુસ્તક વેચતો જોવા મળી જશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">